
ગીરનારની તળેટીમાં હાલ મહાશિવરાત્રીના મેળાની ઉજવણી.ગીરનાર મહાશિવરાત્રીના મેળામાં ૧૧મીએ મૈથિલી ઠાકુર અને રાજભા ગઢવીની પ્રસ્તુતિ.ગાયિકા મૈથિલી ઠાકુર પોતાના સૂર રેલાવશે તથા લોકસાહિત્યકાર રાજભા ગઢવી પણ પ્રસ્તુતિ રજૂ કરવાના છે.ગીરનારની તળેટીમાં હાલ મહાશિવરાત્રીના મેળાની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે આ આયોજનમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ યોજાય તેવું આયોજન સરકારી તંત્રએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું કર્યું છે. જેમાં તારીખ ૧૧મી ફેબ્રુઆરીએ ગાયિકા મૈથિલી ઠાકુર પોતાના સૂર રેલાવશે તથા લોકસાહિત્યકાર રાજભા ગઢવી પણ પ્રસ્તુતિ રજૂ કરવાના છે, ત્યારે બંને કલાકારોએ આ શિવરાત્રી મેળામાં સહ પરિવાર ઉપસ્થિત રહેવા અપીલ કરી છે.
જુનાગઢમાં ગીરનારની તળેટીમાં આયોજિત મહાશિવરાત્રીના મેળામાં જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસની સામે, ભવનાથ તળેટી, જુનાગઢ ખાતે આગામી તા. ૧૧થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન થનાર છે. ત્યારે ચાર દિવસીય આ મહોત્સવમાં દેશ-વિદેશમાં ખ્યાતિપ્રાપ્ત કલાકારો દ્વારા સંગીતમય પ્રસ્તુતિઓ કરવામાં આવશે. તેમાં હાજર રહેવા કલાકારોએ વીડિયો સંદેશના માધ્યમથી જાહેર જનતાને અપીલ કરી છે.
જુનાગઢમાં ગીરનારની તળેટીમાં યોજાનાર ચાર દિવસીય મહાશિવરાત્રી મેળા મહોત્સવમાં પ્રથમ દિવસે તા. ૧૧મી ફેબ્રુઆરીના રોજ રાત્રે પ્રખ્યાત લોક તથા શાસ્ત્રીય ગાયિકા મૈથિલી ઠાકુર પોતાની સુરીલી રજૂઆત દ્વારા ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. ત્યારે ગાયિકા મૈથિલી ઠાકુરે એક વીડિયો સંદેશના માધ્યમથી શ્રદ્ધાળુઓ તથા શહેરીજનોને આ મહાશિવરાત્રી મેળામાં સહ પરિવાર ઉપસ્થિત રહેવા હાર્દિક અપીલ કરી હતી.
સાથે જ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રી મેળામાં ૧૧મી ફેબ્રુઆરીના રોજ રાત્રે પ્રખ્યાત લોકસાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા ભજન, લોકગીત, સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવશે. જેથી લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પણ એક વીડિયો સંદેશના માધ્યમથી શ્રદ્ધાળુઓ તથા શહેરીજનોને મહાશિવરાત્રી મેળામાં સહ પરિવાર સહભાગી બનવા અપીલ કરી હતી.




