
સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી પાસે જાહેરમાંસ્ફોટક પદાર્થનો ઉપયોગ કરી ફટાકડાં વેચતો શખ્સ ઝડપાયો૧૫ કિલો સ્ફોટક પદાર્થ, ગેસ લાઈટર ફિટ કરેલી એરગન સહિત ૨૯ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયોસુરેન્દ્રનગરની કલેક્ટર કચેરી પાસે રસ્તામાં લાઈસન્સ વગર સ્ફોટક પદાર્થનો ઉપયોગ કરી ફટાકડાંનું વેચાણ કરતા શખ્સને એ-ડિવિઝન પોલીસે ઝડપી પાડયો હતો. ૧૫ કિલો સ્ફોટક પદાર્થ સહિત રૂા.
૨૯ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરાઈ હતી.શહેરના એ-ડિવિઝન પોલીસે શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દરમ્યાન જિલ્લા ક્લેકટર કચેરી પાસે રસ્તા પર એક શખ્સ જાહેરમાં ગેરકાયદે સ્ફોટક પદાર્થ રાખી તેનું વેચાણ કરતો હતો. જ્યાં તપાસ કરતા સ્થળ પરથી કોઈપણ જાતના લાયન્સ વગર ગેરકાયદે સ્ફોટક પદાર્થનું વેચાણ કરતા રાજેન્દ્ર છગન મોહિતે રહે. ધ્રાંગધ્રાવાળાને ગેરકાયદે કેલ્શિયમ કાબાર્ીડ અથવા સલ્ફર જેવા ઘન પદાર્થની કોથળીઓ વજન ૧૫ કિલો કિંમત રૂ.૩૦૦, પીવીસી પાઈપ તથા ગેસ લાઇટર ફિટ કરેલ એરગન નંગ ૧૮૮ કિંમત રૂ.૨૮,૨૦૦ સહિત ફુલ રૂ.૨૮,૫૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો. ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




