
રેલવેસંરચનામાં સંરક્ષાસર્વોપરી છે અને તેને સુનિશ્ચિત કરવામાં દરેક કર્મચારીની તકેદારી અને તત્પરતા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી વિવેકકુમાર ગુપ્તાએ અમદાવાદ ડિવિઝનના બે કર્મચારીઓ ને તેમના ઉત્તમ કાર્ય અને સંરક્ષા પ્રત્યેના સમર્પણ બદલ સંરક્ષા પુરસ્કારોથી સન્માનિત કર્યા. આપુરસ્કારો સપ્ટેમ્બર 2025 માં ફરજ દરમિયાન સતર્કતા દર્શાવવા અને શક્ય અકસ્માતોને સમયસર ટાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ આપવામાં આવ્યા.
તારીખ 20 સપ્ટેમ્બર 2025 ના રોજ સ્ટેશન માસ્ટર શ્રીઅજયકુમાર જૈસવાલ સાબરમતી સ્ટેશન પરરાત્રે 22:00 થી સવારના 06:00 વાગ્યા સુધીની શિફ્ટમાં ફરજ પર હતા. જ્યારે ટ્રેન 04:50 વાગ્યે સ્ટેશનથી પસાર થઈ રહી હતી, ઓલરાઈટ એક્સચેન્જ દરમિયાન શ્રી જૈસવાલે ટ્રેનના પાછળના લોકો મોટિવનંબર 70572 માં આગની જ્વાળાઓ જોઈ .તેઓ એતાત્કાલિક પોતાની સતર્કતાનો પરિચય બતાવી લોકો પાઇલટને ખતરાનો લાલ સંકેત બતાવ્યો, જેના પરિણામ સ્વરૂપ લોકો પાઇલટે ડાઉનસ્ટાર્ટર 5-39 થી પહેલા ટ્રેનને રોકી દીધી. તપાસ કરતાં જાણવા મળ્યું કે બ્રેકબ્લોક જામ થઈ ગયો હતો જેના કારણે વધુ પડતી ગરમીને કારણે આગ લાગી હતી. લોકોપાઇલટ દ્વારા બ્રેકબ્લોક છોડીને પરિસ્થિતિને કાબુમાં લીધી અને સવારે 5:15 વાગ્યે લોકો મોટિવને ફિટ જાહેર કરવામાં આવ્યું. શ્રી જૈસવાલની સમયસર કાર્યવાહી અને સતર્કતાને કારણે સંભવિત અકસ્માત ટાળી શકાયો અને મુસાફરોની સંરક્ષા સુનિશ્ચિત થઈ. તેવી જ રીતે, શ્રી અરવિંદ પટેલ, જે ભૂત પૂર્વસૈનિક છે, પાલનપુર સેક્શનમાં લેવલ ક્રોસિંગગેટ નંબર 31, 35 અને 36 પર આરજી ગેટમેન તરીકે કાર્ય રત છે.તારીખ 02 સપ્ટેમ્બર 2025 ના રોજ તેઓ લેવલ ક્રોસિંગનંબર 35 ‘સી’ પર ફરજ પર હતા. તે જ સમયે, પાલનપુર-ભિલડી સેક્શનમાં અપલાઇન પર માલ ગાડી 16:22 વાગ્યે ફાટક પરથી પસાર થઈ.ગાડીના બે ભારે ટ્રેનના ભાગો તૂટી ગયા અને લટકી ગયા અને લેવલ ક્રોસિંગના ચેકરેલમાં લગાવેલા લાકડાના બ્લોક સાથે અથડાયા પછી ફાટક પરપડી ગયા. શ્રી પટેલે તાત્કાલિક સતર્કતા દાખવી અને સિનિયર સેક્શન એન્જિનિયર (રેલપથ) ઇન્ચાર્જ શ્રી શિવરાજ સિંહને જાણકરી. ત્યાર બાદ તેમણે આ માહિતી કંટ્રોલ, TI-PNU અને BLDI, DEN (N) ADI, અને ADEN-PNU ને પહોંચાડી. ચંડીસર સ્ટેશન પર ટ્રેનને રોકાવીને C&W વિભાગ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું. જેમાં ખામીયુક્ત કોચને અલગ કરી ટ્રેનને સુરક્ષિત રીતે આગળ જવા દેવામાં આવી. શ્રી અરવિંદ પટેલની ત્વરિત માહિતી અને સતર્કતા ને કારણે, શક્ય અકસ્માત સમય સર અટકાવી શકાયો.
પશ્ચિમ રેલવેને પોતાના કર્તવ્યનિષ્ઠ અને સતર્ક કર્મચારીઓ પર ગર્વ છે, જેઓ તેમના સમર્પણ, શિસ્ત અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતાથી રેલવેની સંરક્ષા સંસ્કૃતિને મજબૂત બનાવે છે.




