
અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સોપત્નીએ આર. જે. સાથે મળી પ્રેન્ક કરતાં પતિએ છૂટાછેડા માંગ્યા!પતિએ કાયમી ભરણપોષણ પેટે રૂ. ૧૫થી ૨૦ લાખની ઓફર કરી હતી પરંતુ પત્ની દ્વારા રૂ.૨ કરોડની માંગણી કરીપત્નીએ આરજે સાથે મળી પ્રેન્ક(મજાક-ટીખળ) કરવામાં વાત વણસતાં એક પતિએ પોતાની પત્રકાર પત્ની સાથે ક્રૂરતાના ગ્રાઉન્ડ પર છૂટાછેડા માંગ્યા હતા. જાે કે, અમદાવાદ ફેમીલી કોર્ટે પતિની છૂટાછેડાની અરજી નામંજૂર કરતાં તેણે ગુજરાત હાઇકોર્ટમાં ફર્સ્ટ અપીલ દાખલ કરી છે.
જાે કે, જસ્ટિસ સંગીતા વિશેણ અને જસ્ટિસ નિશા એમ.ઠાકોરની ખંડપીઠે બંને પક્ષકારોને જરૂરી સૂચના મેળવી આગામી મુદતે અદાલતને જાણ કરવા ર્નિદેશ કરી કેસની વધુ સુનાવણી ડિસેમ્બરમાં રાખી છે.પતિના આક્ષેપો મુજબ, તેની પત્રકાર પત્નીએ આરજે સાથે મળી તેના ચારિર્ત્યને લઇ પ્રેન્ક કર્યાે હતો અને તે શેરીના કૂતરા ઘેર લાવી હતી, જે તેને કરડયા હતા. બાદમાં પતિએ ક્રૂરતાના ગ્રાઉન્ડ પર છૂટાછેડાની માંગણી કરી હતી. પતિએ કાયમી ભરણપોષણ પેટે રૂ. ૧૫થી ૨૦ લાખની ઓફર કરી હતી પરંતુ પત્ની દ્વારા રૂ.૨ કરોડની માંગણી થઈ રહી છે. અરજદાર પતિ ખાનગી નોકરી કરી રહ્યો છે, જયારે તેની પત્ની પત્રકાર છે અને તે પણ કમાય છે.પતિ તરફથી જણાવાયું કે, પતિ-પત્નીની ઉમંર ૪૧ વર્ષની આસપાસની છે, તેથી જાે સમયસર છૂટાછેડા થાય તો તેઓના બીજા લગ્નનો વિકલ્પ શકય બને. પતિએ જણાવ્યુ કે, પત્નીએ તેના નોકરીના સ્થળ પર તેની વિરૂધ્ધ બહાર અફેર હોવાનું કહીને ખોટો આરોપ લગાવ્યો હતો. જાે કે, કેસની સુનાવણી બાદ હાઈકોર્ટે આ કેસમાં બંને પક્ષકારોને જરૂરી સલાહ મસલત બાદ અદાલતને જાણ કરવા ર્નિદેશ કરી કેસની વધુ સુનાવણી ડિસેમ્બરમાં રાખી હતી.




