
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વર્ષોથી ભાજપ ના ખેસ પહેરી ફરતા ભાજપ સાથે સંકળાયેલા વાલ્મિકી સમાજ ના કાર્યકરોમાં નારાજગી છવાયેલ છે. તા.૧૨/૦૪/૨૦૨૬ ના રોજ દિલ્હીગેટ ખાતે મળેલ મિટિંગમાં વાલ્મિકી સમાજ ના મોટા ભાગના કાર્યકરો જેઓ ભાજપ ના ખેસ ધારીઓ છે તેઓના મોઢા ના રંગ ઊડી ગયા છે. પોતાની ટિકિટ નક્કી છે તેવી વાતો કરતા કાર્યકરો ના મોઢા પડી ગયા છે અને તેઓમાં પક્ષ પ્રત્યે ચોખ્ખો અણગમો સ્પષ્ટ દેખાય રહ્યો છે. વાલ્મિકી સમાજ ના શિક્ષિત અને વર્ષોથી ભાજપ માટે રાત દિવસ એક કરનારા ભાજપ ના કાર્યકરો ની અવગણનાથી સમગ્ર સમાજ સ્તબ્ધ થઈ ગયો છે. હાલ તો પાર્ટી રજૂઆત કરી આગળ ની રણનીતિ વિચારશે હાલ મતદાન નો બહિષ્કાર કરવો કે કેમ તેની વિચારણા ચાલી રહી છે. કેટલાક કાર્યકરો તો વીસ વર્ષ કરતાં વધુ સમય થી ભાજપ સાથે હોવા છતાં તેઓને પડતા મૂકતાં તેઓ ઘરમાંથી બહાર નીકળવામાં સંકોચ અનુભવી રહ્યા છે.
વાલ્મિકી સમાજ નો એક જ સવાલ છે કે ૧૨૦ સીટો માંથી એક પણ વાલ્મિકી નહીં. ભાજપે વાલ્મિકી સમાજ ના ભાજપ સાથે સંકળાયેલા કાર્યકરોનું નહીં પણ સમગ્ર વાલ્મિકી સમાજ ની અવગણના કરી છે. “સહુ નો સાથ સહુ નો વિકાસ” ની વાત કરનાર ભાજપે એક પણ વાલ્મિકી ઉમેદવાર ને સમાવી શકી નથી. વાલ્મિકી સમાજ આગામી દિવસો માં આગળ ની રણનીતિ નક્કી કરશે એમ કેટલાક વાલ્મિકી સમાજ ના ભાજપ સાથે સંકળાયેલા કાર્યકરો એ જણાવ્યું હતું.





