
૨૩ એપ્રિલે ઉમરેઠમાં મતદાન થશે ગુજરાતમાં ચૂંટણીનો શંખનાદ વાગ્યો, ઉમરેઠની પેટાચૂંટણીની તારીખ જાહેર ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન બાદ ખાલી પડેલી બેઠક પર ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત ૫ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં, કેરળ, આસામ, તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં ચૂંટણીની તારીખો આવી ગઈ છે. તો પાંચેય રાજ્યોના ચૂંટણી પરિણામ ૪મેના રોજ આવશે. આ સાથે ગુજરાતની એક બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત પણ થઈ ગઈ છે. MLA ગોવિંદ પરમારના નિધનથી ખાલી પડેલી ઉમરેઠ બેઠક પર પેટાચૂંટણી યોજાશે.
આણંદની ઉમરેઠ બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ૨૩ એપ્રિલે ઉમરેઠમાં મતદાન થશે. તો ૪ મેએ મતગણતરી થશે. MLA ગોવિંદ પરમારના નિધનથી આ બેઠક ખાલી પડી હતી. ૩૦ માર્ચે ચૂંટણીનું નોટિફિકેશન જાહેર કરાશે. ૬ એપ્રિલ સુધી ભરી શકાશે ઉમેદવારી ફોર્મ.૯ એપ્રિલ સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે.આ મહિનાના પ્રથમ સપ્તાહમાં આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું હૃદયરોગના હુમલા બાદ નિધન થયું હતું. ગોવિંદભાઈ પરમાર લાંબા સમયથી બીમાર હતા. તેમની સારવાર પણ ચાલી રહી હતી. આ વચ્ચે તેમને હાર્ટ એટેક આવતા આણંદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જાે કે, ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ગોવિંદભાઈ પરમાર જમીન સાથે જાેડાયેલા ભાજપના મધ્ય ગુજરાતમાં મજબૂત નેતા ગણાતા હતા. તેમની રાજકીય કારકિર્દી પ્રભાવશાળી રહી છે. તેઓ છેલ્લી બે ટર્મ ૨૦૧૭ અને ૨૦૨૨થી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ઉમરેઠ બેઠક પરથી સતત ચૂંટાઈ રહ્યા હતા. ગોવિંદભાઈ પરમાર લાંબા સમયથી ભાજપ સાથે જાેડાયેલા હતા. તેમજ ગોવિંદભાર પરમાર સહકારી ક્ષેત્રમાં પણ સક્રિય હતા. અગાઉ તેઓ રાજપા સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. સ્થાનિક સ્તરે સહકારી ક્ષેત્ર અને સંગઠનમાં તેમનું મોટું પ્રભુત્વ હતું.




