
ગુજરાત સરકારે આઈપીએસ અધિકારી પિયુષ પુરુષોત્તમદાસ પટેલને એન્ટી કરપ્શન બ્યુરોના નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. ૧૯૯૮ બેચના આઈપીએસ અધિકારી પુરુષોત્તમદાસ પટેલ અગાઉ બીએસએફમાં આઈજી તરીકે પણ કામ કરી ચૂક્યા છે. તેમને અધવચ્ચે જ ગુજરાત કેડરમાં પાછા મોકલી દેવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર સરકારે આજે એક આદેશ જારી કરીને તેમને ACBના નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.