
તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા.માર્ચની શરૂઆત સાથે જ હવામાનનો મિજાજ ઝડપથી બદલાઈ રહ્યો છે.૮ માર્ચ સુધી રાજ્યમાં હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહેશે, રાજ્યમાં ક્યાંય પણ વરસાદની કોઈ શક્યતા નથી.હાલમાં ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં એક અપર એર સર્ક્યુલેશન સક્રિય છે. આ ઉપરાંત, ઉત્તર-પશ્ચિમ ભારતમાં સબટ્રોપિકલ વેસ્ટર્ન જેટ સ્ટ્રીમની અસર જાેવા મળી રહી છે, જે તાપમાનમાં ઝડપી વધારો કરી રહી છે. ૮ માર્ચ સુધી રાજ્યમાં હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહેશે. રાજ્યમાં ક્યાંય પણ વરસાદની કોઈ શક્યતા નથી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. આગામી ૪૮ કલાક લઘુત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ધીમો વધારો થશે. મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૪ થી ૬ ડિગ્રી સેલ્સિયસ ઊંચું રહેવાની શક્યતા. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારો ૪ થી ૬ માર્ચ દરમિયાન ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે.
ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે અસ્વસ્થતા અનુભવાઈ શકે છે. જાેકે તાપમાન મધ્યમ રહેશે, પરંતુ હવામાં રહેલો ભેજ ગરમીની તીવ્રતાનો અહેસાસ કરાવશે.
સામાન્ય લોકો માટે આ ગરમી સહન કરી શકાય તેવી છે, પરંતુ શિશુઓ, વૃદ્ધો અને લાંબી બીમારી ધરાવતા લોકોએ ખાસ કાળજી લેવી જાેઈએ. તીવ્ર ગરમી અને સૂકા પવનોથી બચવા માટે આરોગ્ય નિષ્ણાતો દ્વારા નીચે મુજબની સલાહ આપવામાં આવી છે. હળવા, આછા રંગના અને સુતરાઉ કપડાં પહેરો. બહાર નીકળતી વખતે માથું ઢાંકીને રાખવું. શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખવા માટે સમયાંતરે પાણી પીતા રહો. તમારા આહારમાં નાળિયેર પાણી, લીંબુ પાણી, છાશ અને ર્ંઇજી નો સમાવેશ કરો, જેથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન જળવાય. બપોરના સમયે સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાનું ટાળો.
આ વર્ષે માર્ચની શરૂઆતથી જ ગરમી તેવર બતાવી રહી છે. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં પણ ગરમીનો પારો વધ્યો છે, જેની અસર ગુજરાતમાં પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. હોળી પહેલા જ તાપમાનમાં થતો આ વધારો એક ગરમ ઉનાળાનો સંકેત આપી રહ્યો છે.




