
Beauty News: પગમાં દુર્ગંધ આવવાનું સૌથી મોટું કારણ એ છે કે તમને વધુ પડતો પરસેવો થતો હોય. આ સિવાય કેટલાક લોકો ટાઈટ શૂઝ પહેરે છે, જેના કારણે પગમાં હવા નથી મળતી અને જલ્દીથી પગમાંથી દુર્ગંધ આવવા લાગે છે.
ઉનાળાની ઋતુ શરૂ થતાની સાથે જ મોટાભાગના લોકો પરસેવાની દુર્ગંધથી પરેશાન થઈ જાય છે. પરસેવાના કારણે માત્ર શરીરમાંથી દુર્ગંધ આવતી નથી, કેટલાક લોકોના પગમાંથી પણ દુર્ગંધ આવે છે. ઘણી વખત પગની દુર્ગંધને કારણે લોકો શરમ અનુભવે છે.