
અભ્યાસમાં થયો ખુલાસો પિતાની ધૂમ્રપાનની આદત બાળકોમાં ડાયાબિટીસનું જાેખમ વધારી શકે છે ડૉ. ગાર્શિયાના જણાવ્યા મુજબ, પરિણામો બતાવે છે કે પિતા સ્મોકિંગ કરતા હોય તો બાળકોમાં ક્રોનિક રોગોનું જાેખમ વધે છે પુરુષોના તમાકુના ઉપયોગથી તેમના બાળકોમાં ડાયાબિટીસનું જાેખમ નોંધપાત્ર રીતે વધી શકે છે. વધુમાં, તે આગામી પેઢીમાં શરીરમાં સુગરને પ્રોસેસ કરવાની પ્રક્રિયામાં પણ ફેરફાર કરી શકે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાંતા ક્રુઝના વૈજ્ઞાનિકોએ ઉંદરો પર એક અભ્યાસ હાથ ધર્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે જ્યારે નર ઉંદરોને તેમના પીવાના પાણીમાં નિકોટિન આપવામાં આવતું હતું, ત્યારે તેમના સંતાનોના મેટાબોલિઝમમાં નોંધપાત્ર ફેરફારો જાેવા મળ્યા હતા. અભ્યાસના વરિષ્ઠ સંશોધક ડૉ. રકેલ ચમોરો-ગાર્શિયાએ જણાવ્યું હતું કે જ્યારે નર ઉંદરો નિકોટિનનો ઉપયોગ કરતા હતા ત્યારે તેમના સંતાનોના ઇન્સ્યુલિન અને ગ્લુકોઝના સ્તરમાં તફાવત જાેવા મળ્યો હતો. આ સંશોધન દર્શાવે છે કે પુરુષોનો તમાકુનો ઉપયોગ તેમના સંતાનોમાં ડાયાબિટીસના જાેખમ સાથે જાેડાયેલો છે. આ અભ્યાસ જર્નલ ઓફ ધ એન્ડોક્રાઇન સોસાયટીમાં પ્રકાશિત થયો હતો.
ડૉ. ગાર્શિયાના જણાવ્યા મુજબ, પરિણામો બતાવે છે કે પિતા સ્મોકિંગ કરતા હોય તો બાળકોમાં ક્રોનિક રોગોનું જાેખમ વધે છે. આ સ્પષ્ટ કરે છે કે ગર્ભધારણ પહેલાંની સંભાળમાં માત્ર માતાના સ્વાસ્થ્યનો જ નહીં પરંતુ પિતાના સ્વાસ્થ્યનો પણ સમાવેશ થવો જાેઈએ. નિયમિત આરોગ્ય તપાસ પણ આગામી પેઢીને આ જાેખમથી બચાવી શકે છે.
અભ્યાસ દરમિયાન, સંશોધકોએ નિકોટિનના સંપર્કમાં આવેલા પિતાના સંતાનોની તુલના એક નિયંત્રણ જૂથ સાથે કરી હતી. તારણો પર જાણવા મળ્યું કે સ્મોકિંગ કરતા પિતાની દીકરીઓમાં ઇન્સ્યુલિન અને ફાસ્ટિંગ ગ્લુકોઝનું સ્તર સામાન્ય કરતા ઓછું હતું. જ્યારે દીકરાઓમાં પણ લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટ્યું અને તેમના લીકર ફંક્શનમાં ફેરફાર જાેવા મળ્યો હતો.
નિષ્ણાતોના મતે, લિવર ફંક્શનમાં આ ફેરફાર ભવિષ્યમાં ફેટી લીવર જેવી ગંભીર સમસ્યાઓનો માર્ગ મોકળો કરી શકે છે. પરીક્ષણો દરમિયાન વૈજ્ઞાનિકોએ ઉંદરોને ફક્ત શુદ્ધ નિકોટિન જ આપ્યું. આનાથી સ્પષ્ટ થયું કે બાળકોના સ્વાસ્થ્ય પર આ નકારાત્મક અસર સિગારેટમાં રહેલા અન્ય રસાયણોને કારણે નહીં, પરંતુ સીધી નિકોટિનને કારણે હતી. આનો અર્થ એ છે કે ઈ-સિગારેટ અને વેપિંગ, જેને ઘણીવાર ઓછા હાનિકારક માનવામાં આવે છે, તે આગામી પેઢી માટે એટલા જ હાનિકારક છે.




