કેન્સર સામેની લડાઈમાં નવી આશા MIT ના સંશોધકોએ વ્યક્તિગત કેન્સર વેક્સિન માટે નેનોપાર્ટિકલ્સ વિકસાવ્યાં ઉંદરો પરના પ્રયોગમાં સફળતા, ટ્યૂમરના પ્રોટીન ઓળખી રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરશે નવી ટેકનોલોજી
અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના સંશોધકોએ વ્યક્તિગત કેન્સર વેક્સિન તૈયાર કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરી છે. સંશોધકોએ ખાસ પ્રકારના નેનોપાર્ટિકલ્સ વિકસાવ્યાં છે, જેની મદદથી દર્દીના ટયૂમરમાં રહેલા ચોક્કસ પ્રોટીનને ઓળખીને તેની સામે શરીરની રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરી શકાય છે. આ ટેકનોેલોજી ભવિષ્યમાં દર્દીના કેન્સરના પ્રકાર અને ટયૂમરની વિશેષતા અનુસાર અલગ-અલગ વેક્સિન તૈયાર કરવામાં ઉપયોગી થઈ શકે છે.આ સંશોધનમાં વૈજ્ઞાાનિકોએ એમ-૧૩ નામના હાનિકારક ન હોય તેવા બેક્ટેરિયોફેજ (બેક્ટેરિયાને ચેપ લગાડતો વાયરસ)નો ઉપયોગ કર્યાે છે. આ વાયરસને ખાસ રીતે મોડિફાય કરીને નેનોફાઇબર એટલે કે અત્યંત સૂક્ષ્મ તંતુના સ્વરૂપમાં તૈયાર કરવામાં આવ્યો છે. તેની સપાટી પર કેન્સરના ચોક્કસ પ્રોટીન એટલે કે એન્ટિજન લગાવવામાં આવે છે. આ એન્ટિજન શરીરની રોગપ્રતિકારક શક્તિને કેન્સરના કોષો ઓળખવામાં મદદ કરે છે.સંશોધનની ખાસિયત એ છે કે વૈજ્ઞાાનિકો આ નેનોપાર્ટિકલ્સની સપાટી પર કેટલા પ્રમાણમાં એન્ટિજન રાખવા તે નિયંત્રિત કરી શકે છે. આ પ્રયોગ દરમિયાન સંશોધકોએ એન્ટિજનની ઘનતા ૬ ટકાથી ૭૦ ટકા સુધી રાખવામાં સફળતા મેળવી હતી. ઉંદરો પર કરવામાં આવેલા પરીક્ષણમાં ૩૫ ટકા એન્ટિજન ધરાવતી વેક્સિન વધુ અસરકારક સાબિત થઈ હતી. આ વેક્સિન લીધેલા ઉંદરોમાં કેન્સરના કોષો સામે લડતા ટી-સેલ્સની સંખ્યા પણ વધુ જાેવા મળી હતી.અન્ય એક પ્રયોગમાં સંશોધકોએ આંતરડાના કેન્સર સાથે સંકળાયેલા છઘઁય્ણ નામના નીઓએન્ટિજનનો ઉપયોગ કરીને વેક્સિન તૈયાર કરી હતી. આ વેક્સિન મેળવનારા ઉંદરોમાં આંતરડાના ટયૂમર વિકસવાની શક્યતા નોંધપાત્ર રીતે ઓછી જાેવા મળી હતી.




