
દેશનું પ્રથમ AI સજ્જ મંદિર.તિરુપતિમાં ભક્તો હવે શાંતિથી કરી શકશે ભગવાનના દર્શન.ભારતના પ્રખ્યાત ધાર્મિક સ્થળ તિરુમલા તિરુપતિ મંદિરમાં ટૂંકમાં છૈં થી સજ્જ કમાન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ થશે.ભારતના પ્રખ્યાત ધાર્મિક સ્થળ તિરુમલા તિરુપતિ મંદિરમાં ટૂંક સમયમાં છૈં (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)થી સજ્જ કમાન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ થવા જઈ રહ્યું છે. મંદિરમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભીડને સંભાળવાનું કામ કરવામાં આવશે. આ ભારતના કોઈપણ મંદિરમાં શરૂ થનારું પ્રથમ કમાન્ડ સેન્ટર હશે.
આ જ કારણે તિરુપતિ મંદિરને ભારતનું પ્રથમ એઆઈ ટેમ્પલ કહેવામાં આવી રહ્યું છે. ટેક્નોલોજી અને એઆઈનો ઉપયોગ કરીને મંદિરમાં આવતી ભીડનું આકલન કરવામાં આવશે. આ દ્વારા એ જાેવામાં આવશે કે કેટલા ભક્તો દર્શન માટે લાઈનમાં ઊભા છે. મંદિરમાં નવું ઈન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટર વૈકુંઠમ-૧ કોમ્પ્લેક્સમાં બનાવવામાં આવ્યું છે. અહીં એક મોટી ડિજિટલ સ્ક્રીન પર મંદિર પરિસરના તમામ CCTV કેમેરાની લાઈવ ફીડ જાેઈ શકાશે. આ સિસ્ટમને ૨૫થી વધુ ટેકનિકલ નિષ્ણાતોની ટીમ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આ ટેક્નોલોજીની ખાસિયત એ છે કે તેના એઆઈથી સજ્જ કેમેરાઓ ચહેરાની ઓળખ કરવાની ક્ષમતા ધરાવે છે. આ કેમેરાઓ સરળતાથી ગણતરી કરીને જણાવી શકે છે કે લાઈનમાં કેટલા શ્રદ્ધાળુઓ ઊભા છે અને દર્શન માટે કેટલો સમય લાગશે. આનાથી અધિકારીઓ ભક્તોની ભીડને વધુ સારી રીતે કંટ્રોલ કરી શકશે.
આ છૈંથી સજ્જ કમાન્ડ સિસ્ટમ મેપ તૈયાર કરે છે, જે જમીની સ્તરની સ્થિતિ દર્શાવે છે. આ ઉપરાંત, તે ભીડભાડવાળા વિસ્તારોની ઓળખ કરીને ભીડ ઘટાડવાના ઉપાયો પણ સૂચવે છે. આ સિવાય છૈં અલગ-અલગ સ્ત્રોતોમાંથી આવતા ડેટાનું વિશ્લેષણ કરીને એ જણાવી શકે છે કે ક્યારે સૌથી વધુ શ્રદ્ધાળુઓ મંદિરમાં આવશે. આની મદદથી તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ તેના રિસોર્સને વધુ સારી રીતે ફાળવી શકશે અને દર્શનના સમયપત્રકમાં સુધારો પણ કરી શકશે.
આ નવી સિસ્ટમ ચોરી કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ લોકોની ઓળખ કરવામાં પણ મદદ કરશે. આ ઉપરાંત, તે ખોવાયેલા લોકોને શોધવામાં પણ સહાય કરશે. નોંધનીય છે કે, અલીપિરી જેવી જગ્યાઓ પર દેખરેખ માટે વધુ કેમેરાઓ લગાવવામાં આવ્યા છે, જેથી એઆઈ તીર્થયાત્રાની શરૂઆતથી જ શ્રદ્ધાળુઓની ભીડનું નિરીક્ષણ (મોનિટર) કરી શકે. આ છૈં શ્રદ્ધાળુઓના ચહેરાના હાવભાવનું વિશ્લેષણ કરીને એ સમજી શકશે કે તેમને કોઈ સમસ્યા છે કે નહીં. આનાથી જરૂર પડે ત્યારે મંદિરનો સ્ટાફ ઝડપથી કાર્યવાહી કરી શકશે. આ ઉપરાંત, કોઈપણ ઈમરજન્સીની સ્થિતિમાં, એઆઈ શ્રદ્ધાળુઓને નજીકનો બહાર નીકળવાનો માર્ગ પણ બતાવી શકશે.




