નાગપુરમાં કોકરોચ જનતા પાર્ટીનું વિરોધ પ્રદર્શન મોદીની તસવીર રાખી વગાડી મોદી ચાલીસા, ચૂંટણીમાં ગેરરીતિના આરોપ CJP ના સ્થાપક અભિજીત દીપકેએ ચૂંટણી પંચની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ, વિદર્ભ અને મરાઠવાડામાં જનસંપર્ક અભિયાન ચલાવશે સંગઠન કોકરોચ જનતા પાર્ટી (CJP) ગુરુવારે નાગપુરમાં સેવ ડેમોક્રસી, સેવ કોન્સ્ટિટ્યુશન કાર્યક્રમ યોજશે. આ પ્રદર્શન અને જનસભા સાંજે ૪ વાગ્યે બંધારણ ચોક ખાતે યોજાશે.આ પહેલાં CJP ના સ્થાપક અભિજીત દીપકેએ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો. સાથે જ તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર પીએમ મોદીને લગતી સામગ્રીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જ્યારે અન્ય રાજકીય પોસ્ટને દબાવવામાં આવી રહી છે.દીપકેએ દાવો કર્યાે કે જાન્યુઆરીથી જૂન વચ્ચે ઇન્સ્ટાગ્રામ પરથી ૫૦ લાખથી વધુ પોસ્ટ દૂર કરવામાં આવી. વિરોધ નોંધાવવા માટે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીની તસવીર લગાવી અને મોદી ચાલીસા પણ વગાડ્યા.CJP ના સ્થાપક અભિજિત દીપકેએ ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણીઓમાં ગેરરીતિઓ થઈ રહી છે અને ચૂંટણીઓ માત્ર ઔપચારિકતા બનીને રહી ગઈ છે.તેમણે કહ્યું કે દેશ બંધારણ અને ડૉ. ભીમરાવ આંબેડકરના વિચારો અનુસાર ચાલવો જાેઈએ. દીપકેના જણાવ્યા અનુસાર, CJP કોઈ રાજકીય પક્ષનું સમર્થન કરતી નથી અને ન તો પક્ષ બનાવવાની યોજના ધરાવે છે. સંગઠન રોજગાર, શિક્ષણ, આરોગ્ય અને પાયાની સુવિધાઓ જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવા માંગે છે.પ્રદર્શનમાં અભિનેતા પ્રકાશ રાજ અને CJP ના સહ-સંયોજક આશુતોષ રાંકા પણ સામેલ થશે. રાંકાએ જણાવ્યું કે સંગઠન મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિદર્ભ અને મરાઠવાડામાં છ દિવસનું ‘શું કહે છે જનતા’ અભિયાન ચલાવશે. આ અંતર્ગત સભ્યો ખેડૂતો સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓ સામે લાવશે.ગોવામાં મળેલા સારા પ્રતિસાદ બાદ આ અભિયાન દિલ્હી, કેરળ, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ ચલાવવામાં આવશે. ગોવામાં સ્થાનિક લોકો અને સામાજિક સંગઠનો સાથે મળીને નાગરિક ઘોષણાપત્ર પણ તૈયાર કરવામાં આવશે.




