
નાતાલના દિવસે અનેક મુસાફરો ફસાયા.ઇન્ડિગોમાં ફરી વાર ધાંધિયાં ૬૭ ફ્લાઇટ્સ રદ કરાઈ.ખરાબ હવામાન અને સંચાલકીય મુશ્કેલીને કારણે ઉડાનો રદ કરાયાનો એરલાઈનનો દાવો કર્યો. દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોના મુસાફરોની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાતા નથી. ગુરુવારે ક્રિસમસના દિવસે કંપનીએ ઘણા એરપોર્ટ પર ૬૭થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી. અંદાજિત ખરાબ હવામાન અને સંચાલકીય કારણોસર આ ફ્લાઇટ્સ રદ કરાઈ હોવાનું કંપનીએ જણાવ્યું હતું.ઇન્ડિગોની વેબસાઇટ અનુસાર રદ કરાયેલી ૬૭માંથી માત્ર ચાર ફ્લાઇટ્સ સંચાલકીય કારણોસર રદ કરાઈ હતી. બાકીની ફ્લાઇટ્સ અંદાજિત ખરાબ હવામાનને કારણે પ્રભાવિત થઈ હતી. અગરતલા, ચંદીગઢ, દેહરાદૂન, વારાણસી, બેંગલુરુ સહિતના એરપોર્ટની ફ્લાઇટ્સ રદ કરાઈ હતી અને તેનાથી ઘણા મુસાફરો ફસાયા હતાં.ઉડ્ડયન ક્ષેત્રની નિયમનકારી સંસ્થા DGCAએ ૧૦ ડિસેમ્બર ૨૦૨૫થી ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ વચ્ચેના સમયગાળાને આ શિયાળામાં સત્તાવાર ધુમ્મસનો સમયગાળો જાહેર કર્યાે છે. DGCA ફોગ ઓપરેશન્સ (CAT-IIIB)ના ધોરણોના ભાગ રૂપે એરલાઇન્સે ફરજિયાતપણે એવા પાયલટ્સની ગોઠવણ કરવી પડે છે કે જેઓ ઓછી દૃશ્યતાવાળી સ્થિતિમાં કામ કરવા માટે તાલીમ પામેલા હોય, તેમજ આવા ઓપરેશન્સ માટે (CAT-IIIB)-અનુરૂપ વિમાન કાફલો તૈનાત કરવો પડે છે.ઇન્ડિગોએ આ મહિનાની શરૂઆતમાં સ્ટાફની અછતને કારણે હજારો ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.
હાલમાં તેની કામગીરી DGCAની દેખરેખ હેઠળ છે. સરકારે તેને ફ્લાઇટ્સમાં ૧૦ ટકાનો કાપ મૂક્યો છે. મૂળ વિન્ટર ફ્લાઇટ શેડ્યૂલ હેઠળ, એરલાઇનને દર અઠવાડિયે ૧૫,૦૧૪ સ્થાનિક ફ્લાઇટ્સ અથવા દરરોજ લગભગ ૨,૧૪૪ ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી અપાઈ હતી. જાેકે કટોકટી ઊભી થયા પછી સરકારે એરલાઇનના સ્થાનિક ફ્લાઇટ શેડ્યૂલમાં ૧૦ ટકાનો અથવા દરરોજની ૨૧૪ ફ્લાઇટ્સનો ઘટાડો કરતાં તે સ્થાનિક રૂટ પર દરરોજ ૧,૯૩૦થી વધુ ફ્લાઇટ્સનું ઉડ્ડયન કરી શકતી નથી.નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ગુરુવારે કોમર્શિયલ ઉડાનનો પ્રારંભ થયો હતો. બેંગલુરુથી ઇન્ડિગો એરબસ છ૩૨૦ વિમાન સવારે આઠ વાગ્યે એરપોર્ટ પર ઉતર્યું હતું. આ વિમાનનું પરંપરાગત વોટર કેનનથી સ્વાગત કરાયું હતું. આ નવી એરપોર્ટ કાર્યરત બનતા મુંબઈ હવે લંડન, ન્યૂયોર્ક, મોસ્કો, ટોક્યો અને શાંઘાઈ જેવા વૈશ્વિક ઉડ્ડયન કેન્દ્રોની હરોળમાં આવી ગયું છે.




