
મધ્યમ વર્ગ માટે મોદી સરકારની મોટી યોજના.સરકાર SWAMIH-2 ફંડ માટે માળખાને અંતિમ સ્વરૂપ આપી રહી છે.૧૫,૦૦૦ કરોડના ભંડોળના લોન્ચિંગથી આશરે ૧૦૦૦૦૦ મધ્યમ વર્ગના ઘર ખરીદનારાઓને રાહત મળશે.કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર નવા વર્ષમાં મધ્યમ વર્ગને એક મહત્વપૂર્ણ ભેટ આપવા માટે તૈયાર છે. સરકાર SWAMIH-2 ફંડ માટે માળખાને અંતિમ સ્વરૂપ આપી રહી છે, જે ટૂંક સમયમાં અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે અંતિમ તબક્કાનું ભંડોળ પૂરું પાડવા માટે શરૂ કરવામાં આવશે. આ ૧૫,૦૦૦ કરોડના ભંડોળના લોન્ચિંગથી આશરે ૧૦૦૦૦૦ મધ્યમ વર્ગના ઘર ખરીદનારાઓને રાહત મળશે. આ એવી વ્યક્તિઓ છે, જેમના રોકાણો એપાર્ટમેન્ટ લોન પર ઈસ્ૈં ચૂકવવા છતાં અટકેલા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નવા ફંડ માટે માળખાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં તેને મંજૂરી આપવામાં આવશે. આ ભંડોળ વ્યાપારી રીતે સધ્ધર પ્રોજેક્ટ્સને અંતિમ તબક્કાનું ધિરાણ પૂરું પાડશે અને અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં રોકાણને વેગ આપશે. આ યોજના ખરીદદારોનો વિશ્વાસ વધારશે, રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પ્રવાહિતા વધારશે અને એકંદર હાઉસિંગ બજાર સ્થિરતાને ટેકો આપશે.
નવેમ્બર ૨૦૧૯માં કેન્દ્ર સરકારે દેશમાં અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા માટે “સ્પેશિયલ એરેન્જમેન્ટ ફોર એફોર્ડેબલ એન્ડ મિડલ-ઇનકમ હાઉસિંગ” (SWAMIH) નામના ભંડોળની જાહેરાત કરી. અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા માટે પ્રાથમિકતા દેવા ધિરાણ પૂરું પાડવા માટે વૈકલ્પિક રોકાણ ભંડોળ (AIF)ના રૂપમાં એક ખાસ વિન્ડો બનાવવામાં આવી હતી. આ ભંડોળનું સંચાલન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ગ્રુપ કંપની SWAMIH વેન્ચર્સ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. આ ભંડોળના પ્રાયોજક નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના સચિવ છે.
SWAMIH ફંડ-૧ હેઠળ તણાવગ્રસ્ત હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં ૫૫,૦૦૦થી વધુ ઘરો પૂર્ણ થયા છે અને આગામી ૩-૪ વર્ષમાં ૩૦,૦૦૦ વધુ ઘરો પહોંચાડવાનું લક્ષ્ય છે. હાલમાં ભંડોળમાં આશરે ૩૦ રોકાણ વ્યાવસાયિકો છે જેમને સરેરાશ ૧૫ વર્ષનો ઉદ્યોગ અનુભવ છે.




