
સિંહ, દીપડા અને વાઘ ધરાવતું એકમાત્ર રાજ્ય.૩૩ વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર ટાઈગર સ્ટેટ બન્યું.અત્યાર સુધી ગુજરાત માત્ર એશિયાટિક સિંહો માટે જાણીતું હતું, પરંતુ હવે વાઘની હાજરીએ વન્યજીવ વૈવિધ્યમાં વધારો કર્યો છે.ગુજરાતના વન્યજીવ પ્રેમીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબી રાહ જાેયા બાદ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા ગુજરાતને અધિકૃત રીતે ‘ટાઈગર સ્ટેટ’નો દરજ્જાે આપવામાં આવ્યો છે. જી હા…આ સાથે જ ગુજરાત ભારતના વન્યજીવ નકશા પર એક અનોખું સ્થાન ધરાવતું રાજ્ય બની ગયું છે. આ જાહેરાત સાથે ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય બન્યું છે જ્યાં કુદરતી નિવાસ સ્થાનમાં સિંહ, દીપડો અને વાઘ ત્રણેય પ્રજાતિઓ એકસાથે અસ્તિત્વ ધરાવે છે. અત્યાર સુધી ગુજરાત માત્ર એશિયાટિક સિંહો માટે જાણીતું હતું, પરંતુ હવે વાઘની સત્તાવાર હાજરીએ વન્યજીવ વૈવિધ્યમાં વધારો કર્યો છે. દાહોદ જિલ્લામાં આવેલું રતનમહાલ વન્યજીવ અભયારણ્ય આ ઐતિહાસિક બદલાવનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા ૧૦ મહિનાથી એક નર વાઘ સતત ટ્રેપ કેમેરામાં કેદ થઈ રહ્યો છે. આ વાઘે રતનમહાલના જંગલોને પોતાનું કાયમી રહેઠાણ બનાવ્યું હોવાના પુરાવા મળતા દ્ગ્ઝ્રછએ ગુજરાતને ટાઈગર સ્ટેટ જાહેર કર્યું છે. અગાઉ ૩૩ વર્ષ પહેલાં ગુજરાતમાં વાઘની હાજરી નોંધાતી હતી, જે હવે ફરી જીવંત થઈ છે. ગુજરાત વન વિભાગ હવે આ તકને ઝડપી લેવા માટે સજ્જ બન્યું છે. રતનમહાલને સત્તાવાર રીતે ‘ટાઈગર રિઝર્વ’ જાહેર કરવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. વાઘનો વંશવેલો વધારવા માટે અન્ય રાજ્યોમાંથી માદા વાઘ લાવવાની (Translocation) પણ વિચારણા ચાલી રહી છે. વાઘ માટે ખોરાકની પૂરતી વ્યવસ્થા રહે તે માટે જંગલમાં તૃણહારી પ્રાણીઓની સંખ્યા(Prey-base) વધારવા પર ધ્યાન આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ૩૩ વર્ષના લાંબા ગાળા બાદ ગુજરાતમાં વાઘની વાપસી પર્યાવરણ અને પર્યટન ક્ષેત્રે નવી આશા લઈને આવી છે. વન વિભાગના પ્રયત્નો અને સ્થાનિક લોકોના સહકારથી રતનમહાલ ટૂંક સમયમાં વાઘના ગર્જનાથી ગુંજી ઉઠશે.




