
એટીએમમાં વૃદ્ધને મદદ કરવાના બહાને ઠગાઈ આચરતો હતારામોલમાં છ્સ્ કાર્ડ બદલીને ૪૦ હજાર વિડ્રો કરી લેનારો રીઢો ચોર ઝડપાયારામોલ પોલીસે ૧૪થી વધુ ગુનામાં અગાઉ ઝડપાઈ ચૂકેલા રીઢા આરોપીની ધરપકડ કરી, વધુ કાર્યવાહી હાથધરીબેંકના છ્સ્ સેન્ટરમાં રૂપિયા ઉપાડવા જતા લોકોને ટાર્ગેટ કરીને વિશ્વાસ કેળવીને તેમની પાસેથી છ્સ્ કાર્ડ અને પીન નંબર મેળવી લઈને અન્ય બેંકનું છ્સ્ પધરાવી દઈ રૂપિયા ઉપાડી લીધા હોવાના અઢળક બનાવો નોંધાયા છે ત્યારે ગત મહિને સાંજે રામોલ સૂરેલિયા ચાર રસ્તા નજીકના મોલમાં એક્સિસ બેંકના એટીએમ સેન્ટરમાં રૂપિયા ઉપાડવા ગયેલા વૃદ્ધને મદદ કરવાના બહાને તેમની પાસેથી ગઠિયાએ એટીએમ કાર્ડ લઇ લીધું અને પાસવર્ડ જાણી લીધા બાદ વૃદ્ધની નજર ચૂકવીને અન્ય બેંકનું એટીએમ આપીને વૃદ્ધના ખાતામાંથી રૂ.૪૦ હજાર ઉપાડી લીધા હતા. આ મામલે રામોલ પોલીસે ૧૪થી વધુ ગુનામાં અગાઉ ઝડપાઈ ચૂકેલા રીઢા આરોપીની ધરપકડ કરી છે.વસ્ત્રાલ આરટીઓ રોડ નજીક રહેતા રાજેશકુમાર જૈન (ઉં.૫૪) સ્કૂલમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત ૫ સપ્ટેમ્બરે સાંજે રાજેશભાઈ સૂરેલિયા ચાર રસ્તા નજીક સ્વસ્તિક મોલમાં આવેલા એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયા હતા.
આ સમયે તેમની પાછળ અજાણ્યો વ્યક્તિ આવીને ઊભો રહ્યો અને કાકા તમારું એટીએમ આપો હું તમને પૈસા ઉપાડવામાં મદદ કરી આપું તેમ કહેતા રાજેશભાઈને વિશ્વાસ લઇ તેમનુ એટીએમ કાર્ડ અને પાસવર્ડ માગ્યો બાદમાં તમારા એટીએમમાંથી રૂપિયા ઉપડતા નથી કહીને આરોપીએ રાજેશભાઈની નજર ચૂકવીને એટીએમ કાર્ડ બદલી અન્ય બેંકનું કાર્ડ આપી દીધું હતું. થોડે દૂર ગયા બાદ રાજેશભાઈના મોબાઈલ ફોનમાં રૂ.૪૦ હજાર વિડ્રો થયાનો મેસેજ આવતા તેમની પાસે રહેલું એટીએમ કાર્ડ જાેતા તે બદલાઈ ગયેલું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ રાજેશભાઈએ રામોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રીઢા આરોપી નાગજી પ્રભાતભાઈ રબારીની ધરપકડ કરી છે.ભાઈ તમને રૂપિયા ઉપાડતા આવડતું ન હોય તો લાવો છ્સ્ કાર્ડ, હું તમને રૂપિયા ઉપાડીને દઉં કહીને છ્સ્ સેન્ટરમાં રૂપિયા વિડ્રો કરવા આવેલા લોકોને વિશ્વાસમાં લઈને આરોપી છ્સ્નો પીન જાણી લેતો હતો. બાદમાં અન્ય બેંકનું છ્સ્ કાર્ડ રૂપિયા ઉપાડવા આવેલા શખ્સને આપીને અહીંયા રૂપિયા નીકળતા નથી તમે બીજી બેંકના છ્સ્માંથી રૂપિયા ઉપાડી લેજાે કહેતો હતો. બાદમાં ગઠિયો છ્સ્ કાર્ડથી રૂપિયા વિડ્રો કરીને રફૂચક્કર થઇ જતો હતો.




