ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન લોકો કહેતા હતા કે આ સરકારમાં રાજીનામા નથી થતા પણ અમે તે કરી બતાવ્યું જુકતી હૈ દુનિયા જુકાને વાલા ચાહિયે : અભિજી દીપકે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, જંતર-મંતર પર ઉજવણીનો માહોલ છવાઈ ગયો. આંદોલનના અગ્રણી વ્યક્તિ અભિજીત દિપકેએ મંચ પરથી રાજીનામાની જાહેરાત કરી છે. આ પછી, ઉજવણી શરૂ કરી છે. ઉજવણી વચ્ચે ભીડને સંબોધતા, દિપકે કહ્યું કે, અમે તે કર્યું. લોકો કહેતા હતા કે આ સરકારમાં રાજીનામા નથી થતા. પણ અમે તે કરી બતાવ્યું.
દિપકે કહ્યું કે, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. આપણે તે કર્યું. તેમણે શું કહ્યું, કે આ સરકારમાં રાજીનામા નથી થતા? અમે કહેવા માંગીએ છીએ કે જુકતી હૈ દુનિયા જુકાને વાલા ચાહિયે.
પોતાની વાત ચાલુ રાખતા, કોકરોચ જનતા પાર્ટીના સ્થાપકે કહ્યું કે આ રાજીનામું એ વાતનો પુરાવો છે કે જાે જનતા ડરતી નથી અને સરકાર સામે નમી નથી, તો આપણે કોઈના રાજીનામા માટે દબાણ કરી શકીએ છીએ. “આપણે ડરવાની જરૂર નથી. આ લોકશાહી છે. તેમણે રાજીનામું આપી દીધું છે.
પરંતુ હવે અમારી બે માંગણીઓ છે. NEET પેપર લીક પછી આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને ૧ કરોડ રૂપિયાનું વળતર આપવું જાેઈએ. અને બીજી માંગણી એ છે કે ૨૦ જુલાઈના રોજ ગુંડાઓની જેમ વર્તન કરનારા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવી જાેઈએ. જેથી તેઓ કોકરોચ સાથે ચેડા ન કરવાનું સમજી શકે. આ સમગ્ર ઘટનાનો વીડિયો કોકરોચ જનતા પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો. ફોન દ્વારા માહિતી મેળવનાર સૌપ્રથમ દીપક હતા. ત્યારબાદ તેમણે સ્ટેજ પરથી તેની જાહેરાત કરી હતી. અભિજીત દીપકે અને તેમના સાથીઓ હાલમાં જંતર-મંતર પર જશ્ન મનાવી રહ્યા છે. વિરોધ પ્રદર્શન સ્થળે ખુશીનો માહોલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, NEET પેપર લીક વિવાદને લઈને લાંબા સમયથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપ્યાની જાહેરાત કરી છે.





