
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
શહેરમાંથી પોલીસની રેડ દરમ્યાન અનેક યુવાન, યુવતીઓ હોટલો, ગેસ્ટ હાઉસો વિગેરેમાંથી અનૈતિક ધંધા કરતાં પકડાતાં હોય છે. પરંતુ આજ યુવતીઓ મજબૂરી અને લાચારીમાં આ અનૈતિક ધંધામાં વરેલી હોય છે. આ યુવતીઓ પૈકીની મોટાભાગની યુવતીઓ શિક્ષિત અને કામધંધા વગરની બેકારીના કારણે અને કામ ના મળવાને લીધે ઘરમાં ચુલો સળગાવવો પણ જેમના માટે કઠીન હોવાથી ઘરમાં ગરીબી ચાડી ખાતી હોય છે.
આવી મજબૂરીમાં પોતાના પરિવારને બે સમયનું ભોજન પણ પ્રાપ્ત થતું નથી ત્યારે બે સમયના ભોજન માટે આવા અનિચ્છિય ધંધા તરફ વળતી હોય છે. જેમાં એની ગરીબી અને મજબૂરી મહત્વના હોય છે. આમાં ખાસ કરીને રાજકારણીઓ અને ઉચ્ચ અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરીને પૈસા પાત્ર બન્યા હોય તેઓ અને તેમના વંઠેલા નબીરાઓ આવી મજબૂર યુવતીઓનો ભરપૂર લાભ ઉઠાવતા હોય છે. અને આવા અનૈતિક ધંધાઓમા પૈસાના જોરે યુવતીઓને મોજ શોખનું સાધન બનાવી દીધું છે. અને આ રીતે તેઓની મજબૂરીનો ભરપૂર લાભ ઉઠાવે છે. આની અંદર ખાસ કરીને રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ,ઉચ્ચ અધિકારીઓ આવા મોજશોખ માટે વિદેશોમાં
પણ જઈને મોજ મજા કરતાં હોય છે. દેશમાં વધી રહેલા નશાખોરીના કારણે યુવાનો નશાના રવાડે ચઢી જાય છે.કારણકે કોઈ કામ ધંધો કે નોકરી ના હોય અને અસહ્ય મોંઘવારીમાં જીવન જીવવા કોઈ સાધન ના હોય આ સંજોગોમાં યુવાનો નશાના રવાડે ચડીને પોતાનું જીવન બરબાદ કરે છે.
દેશમાં ચાલી રહેલી કારમી મોંઘવારીમાં પરિવારને ચલાવવું અસહ્ય થઈ પડેલું છે ત્યારે દેશમાં કરોડોની સંખ્યામાં શિક્ષિત ઉમેદવારો બેરોજગાર છે. અને આવી બેરોજગારીના કારણે આવા નશા ના રવાડે ચડતા યુવાનોને મજબૂરી અંગે પૂછવા પણ કોઈ તૈયાર નથી. રાજકારણીઓ, ઉચ્ચઅધિકારીઓ એ ભ્રષ્ટાચારથી મેળવેલ નાણાંથી યુવતીઓને આવા અનૈતિક ધંધે વાળવા મજબૂર કરે છે. આજદિન સુધી આવા મજબૂરીમાં શિકાર બનેલી શિક્ષિત યુવતીઓને કોઈએ પૂછ્યું ખરું કે તેઓ આવા દળદળમાં કેમ ફસાય છે?
દેશમાં રાજકારણીના કારણે અધિકારીઓ ભ્રષ્ટાચારી બને છે. અને આવા ભ્રષ્ટ અધિકારીઓના કારણે કરોડો રૂપિયાના ડ્રગ્સ પકડાય છે. જો યુવાન, યુવતીઓને સમયસર કામધંધો, નોકરી, રોજગાર મળે તો આવા વ્યવસાયમાં શા માટે પડે?





