
અનુષ્કા શંકરે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો.અનુષ્કા શંકરે સિતારનો તાર તૂટવા બદલ એર ઇન્ડિયાને જવાબદાર ઠેરવ્ય.અનુષ્કા શંકરે વીડિયોમાં જણાવ્યું કે તેઓ આ બેદરકારીથી ભાંગી પડ્યાં છે અને આ પ્રકારનું નુકસાન થઈ જ કેવી રીતે શકે, તે અંગે પ્રશ્ન ઉઠાવ્યા છે.બારથી પણ વધુ વખત ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થનાર વિશ્વવિખ્યાત સિતાર વાદક અનુષ્કા શંકરે વીડિયો પોસ્ટ કરીને એર ઇન્ડિયા વિશે ફરિયાદ કરી છે. તાજેતરમાં તેની ભારતની સફર દરમિયાન તેમની સિતારમાં ગંભીર નુકસાન થયું. આ પ્રવાસ માટે ટિકિટ ઉપરાંત સિતારની ખાસ કાળજી લેવા માટે અલગ હેન્ડલિંગ ફી ચૂકવી હોવા છતાં તેમની સાથે આ ઘટના બની. અનુષ્કા શંકરે વીડિયોમાં જણાવ્યું કે તેઓ આ બેદરકારીથી ભાંગી પડ્યાં છે અને આ પ્રકારનું નુકસાન થઈ જ કેવી રીતે શકે, તે અંગે પ્રશ્ન ઉઠાવ્યા છે.અનુષ્કા શંકરે બુધવારે પોતાના ઇસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યાે હતો અને આ અકળાવનારા અનુભવ વિશે વાત કરી હતી. સાથે જ તેમણે તેમનાં નુકસાની સાથેના સિતારનો પણ વીડિયો પોસ્ટ કર્યાે હતો.
તેમણે વીડિયોમાં જણાવ્યું કે પહેલાં તો તેમને લાગ્યું કે તેમની સિતાર અસામાન્ય રીતે બેસુરી લાગે છે, પછી છેક તેમને ધ્યાનમાં આવ્યું કે તેમની સિતારમાં અનેક જગ્યાએ તિરાડો પડી ગઈ હતી. આ વીડિયોમાં તેમણે જણાવ્યું, “લાંબા સમય પછી હું પહેલી વખત એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુસાફરી કરી રહી હતી. આ સંગીત તમારા દેશનું જ છે. છેલ્લા ૧૫-૧૭ વર્ષમાં પહેલી વખત મારા વાજિંત્રમાં આ રીતે કોઈ નુકસાન થયું છે.”સિતાર પરની તિરાડો બતાવતાં અનુશ્કા શંકરે જણાવ્યું કે સિતારને નુકસાન ન થાય તે માટેના ખાસ બોક્સનો ઉપયોગ કરવા છતાં અને એર ઇન્ડિયાને ખાસ હેન્ડલિંગ ફી આપ્યા છતાં આવું કઈ રીતે થઈ શકે? તેઓ માની શકતાં નહોતાં કે આવું કશું બની શકે. તેમણે જણાવ્યું, “તમે આ કર્યું કઈ રીતે? મારી પાસે સિતાર માટે ખાસ પ્રકારના બોક્સ છે, તમે મારી પાસે સ્પેશિયલ હેન્ડલિંગ ફી લીધી તેમ છતાં તમે આવું કર્યું?” તેણે જાહેરમાં પ્રશ્ન ઉઠાવ્યા છે. આ પોસ્ટની કેપ્શનમાં તેમણે લખ્યું, “મારી સિતાર સાથે થયેલાં વર્તનથી ખરેખર દુ:ખી છું. જ્યાં સુધી કોઈ ઇરાદાપૂર્વક ન કરે, ત્યાં સુધી આવું નુકસાન કઈ રીતે થઈ શકે?”.આ પોસ્ટમાં કોમેડિયન ઝાકીર ખાને લખ્યું હતું, “આ ખરેખર દિલ તૂટી જાય એવું છે.” જ્યારે મ્યુઝિક ક્મ્પોઝર વિશાલ દદલાણીએ લખ્યું, “ભગવાન, આ દિલ તુટી જાય એવું છે. હું આ બાબતે દિલગીર છું.”




