૩૦ જુલાઈએ ફિલ્મનું રિલીઝ કરાયું હતું ‘રામાયણ’ ફિલ્મમાં ચેતન હંસરાજ ૭ પાત્રો ભજવશે અમારી પાસે હોલિવૂડ અને બોલિવૂડના શ્રેષ્ઠ એક્શન ડિરેક્ટર્સ અને ટેન્કિશિયન્સ છે, જેમાં ટેરી નોટરી જેવા લોકો પણ સામેલ છે ૩૦ જુલાઈએ રિલીઝ થયેલું ‘રામાયણ’નું ટ્રેલર લગભગ બે અઠવાડિયા બાદ પણ ચર્ચામાં છે. ફિલ્મમાં વિશાળ સ્ટારકાસ્ટ છે, પરંતુ અભિનેતા ચેતન હંસરાજનું યોગદાન ખાસ રસપ્રદ બનવાનું છે. ચેતન ફિલ્મમાં એક-બે નહીં, પરંતુ કુલ ૭ અલગ-અલગ પાત્રો ભજવતો જાેવા મળશે.એક ઇન્ટરવ્યુમાં ૫૪ વર્ષના ચેતન હંસરાજે જણાવ્યું કે ફિલ્મમાં તે રાજા માલીની ભૂમિકા ભજવી રહ્યો છે, જે રાવણ એટલે કે યશના નાના છે. ચેતને કહ્યું, “રાજા માલી એક મહત્વનું પાત્ર છે, જેનો ઇતિહાસમાં ઉલ્લેખ છે. યશ સાથેના મારા સીન બહુ શાનદાર છે. તે સ્ક્રીન પર અદ્ભુત છે અને આ બંને પાત્રો એકબીજાનાં ખૂબ સારી રીતે પૂરક બને છે. મારા માટે આ ઘણી મોટી વાત હતી.”પરંતુ ફિલ્મમાં તેની ભૂમિકા આટલેથી પૂરી થતી નથી. ચેતને જણાવ્યું કે રાજા માલી તરીકેનું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ તેને છ વધુ મોશન-કૅપ્ચર પાત્રો ભજવવાની ઓફર કરવામાં આવી હતી. તેમાં રાવણના એક ભાઈ અને એક રાક્ષસનું પાત્ર પણ સામેલ છે.ફિલ્મને લઈને થઈ રહેલી ટીકાઓ અને રામાનંદ સાગરની લોકપ્રિય ટીવી સીરિયલ ‘રામાયણ’ સાથે થઈ રહેલી સરખામણી અંગે પણ ચેતન હંસરાજે વાત કરી હતી. તેણે કહ્યું, “અમારી પાસે હોલિવૂડ અને બોલિવૂડના શ્રેષ્ઠ એક્શન ડિરેક્ટર્સ અને ટેન્કિશિયન્સ છે, જેમાં ટેરી નોટરી જેવા લોકો પણ સામેલ છે. આજના નિર્માતાઓ દર્શકોને શ્રેષ્ઠ સિનેમેટિક અનુભવ આપવા માગે છે અને આપણે આ દૃષ્ટિકોણને સમજવો જાેઈએ. જ્યારે લોકો તેને યોગ્ય માધ્યમ પર જાેશે, ત્યારે મને ખાતરી છે કે તેઓ આ બધી સરખામણીઓ ભુલી જશે.”





