ફિલ્મ ‘રામાયણ’નું ટ્રેલર ૩૦ જુલાઈએ રિલીઝ થયું હતું “ફોન પર ટ્રેલર જાેઈને ટીકા કરવી હાસ્યાસ્પદ છે” : રણબીર કપૂર રણબીર કપૂરે ફિલ્મના વીએફએક્સ અંગે થઈ રહેલી ટીકાઓ પર પોતાનો જવાબ આપ્યો નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’નું ટ્રેલર ૩૦ જુલાઈએ રિલીઝ થયા બાદ તેના વિઝ્યુઅલ્સ અને વીએફએક્સને લઈને ચર્ચા શરૂ થઈ હતી. ફિલ્મનાં વિશાળ સ્કેલના કેટલાક દર્શકોએ વખાણ કર્યા હતા, જ્યારે કેટલાકે સીજીઆઈની ટીકા કરી હતી. હવે રણબીર કપૂરે ફિલ્મના વીએફએક્સ અંગે થઈ રહેલી ટીકાઓ પર પોતાનો જવાબ આપ્યો છે.એક ઇન્ટરવ્યુમાં રણબીરે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષાેમાં દર્શકોમાં સીજીઆઈની ગુણવત્તા અંગે જાગૃતિ વધી છે, ખાસ કરીને એઆઈના વધતા ઉપયોગને કારણે. તેણે કહ્યું, “છેલ્લા કેટલાક વર્ષાેમાં એક પ્રકારની ઘટના જાેવા મળી છે. મોટી સંખ્યામાં લોકો હવે ‘સીજી ક્રિટિક્સ’ બની ગયા છે. તેઓ ટ્રેલર જુએ છે અને તરત જ કહે છે કે સીજીઆઈ સારું નથી અથવા કામ અધૂરું લાગે છે.”રણબીરે ઉમેર્યું કે એઆઈનાં વધતા પ્રભાવને કારણે લોકો સીજીઆઈ કેવી રીતે બનાવવામાં આવે છે અને આખરે ફિલ્મમાં તે કેવું દેખાશે તે અંગે વધુ રસ લેવા લાગ્યા છે. તેણે કહ્યું, “ક્યારેક મને આ ખુબ હાસ્યાસ્પદ લાગે છે, કારણ કે જે લોકો જાણે છે કે સીજી કેવી રીતે બનાવવામાં આવે છે, તેઓ સમજે છે કે કોઈએ બસ એઆઈનો ઉપયોગ કરીને કંઈક બનાવીને રિલીઝ નથી કરી દીધું. કલાકારો વર્ષાે સુધી અસંખ્ય કલાકો કામ કરતા હોય છે. મેં નિતેશ સર અને નમિતને આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી વીએફએક્સ અંગેની ચર્ચાઓમાં જાેયા છે. તેઓ આકાશના ચોક્કસ રંગને યોગ્ય બનાવવા જેવી નાની બાબત માટે પણ કલાકો સુધી કામ કરતા રહ્યા છે.” તેણે સ્વીકાર્યું કે હાલના સમયમાં દર્શકોને અસલી અને વિશ્વસનીય સીજીઆઈથી પ્રભાવિત કરવાં પડકારજનક છે.





