
NEET કેસમાં મોટી ધરપકડ.NTA ના એક્સપર્ટ ટીચરે જ લીક કરાવ્યું હતું બાયોલોજીનું પેપર.પેપર લીક કેસમાં સીબીઆઈએ પુણેના સીનિયર બોટની ટીચર મનીષા ગુરૂનાથ મંડારેની ધરપકડ કરી છે.NEET-UG 2026 પેપર લીક કેસમાં CBI એ બોટનીના શિક્ષક અને માસ્ટરમાઇન્ડ મનીષા મંધારેની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. NTA પ્રમાણે મનીષા મંધારેની NTA એ NEET-UG 2026૬ પરીક્ષા પ્રક્રિયામાં એક્સપર્ટ તરીકે નિમણૂંક કર્યાં હતા. આ કારણે તેની બોટની અને ઝૂલોજીના પ્રશ્નપત્રો સુધી પહોંચ હતી. તપાસમાં સામે આવ્યું કે એપ્રિલ ૨૦૨૬ દરમિયાન તેણે પુણેની મનીષા વાધમારે દ્વારા ઘણા નીટ પરીક્ષાર્થીને જાેડ્યા હતા. પોલીસ મનીષા વાધમારેની ૧૪ મેએ ધરપકડ કરી ચૂકી છે. CBI ની તપાસમાં સામે આવ્યું કે મંધારે પોતાના પુણે સ્થિત ઘર પર વિદ્યાર્થીઓ માટે ખાસ કોચિંગ ક્લાસ ચલાવતી હતી. આ ક્લાસમાં તેણે બોટની અને ઝૂલોજીના ઘણા સંભવિત સવાલ વિદ્યાર્થીઓને જણાવ્યા, તેણે નોટબુકમાં લખાવ્યા અને પુસ્તકોમાં માર્ક પણ કરાવ્યા. તપાસમાં સામે આવ્યું કે આ સવાલોમાં મોટા ભાગના સવાલ ૩ મે ૨૦૨૬ના યોજાયેલી નીટ યુજીની પરીક્ષાના પેપરથી મેચ થાય છે. સીબીઆઈએ જણાવ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં ૬ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરમિયાન ઘણા મહત્વના દસ્તાવેજ, લેપટોપ, બેંક સ્ટેટમેન્ટ અને મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આ બધા ઈલેક્ટ્રોનિક અને દસ્તાવેજીય પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ મામલો શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગની ફરિયાદ બાદ ૧૨ મે ૨૦૨૬ના સીબીઆઈએ કેસ દાખલ કર્યો હતો. કેસ દાખલ છતાં ઘણી વિશેષ ટીમ બનાવવામાં આવી અને દેશભરમાં દરોડા શરૂ થયા હતા. સીબીઆઈએ જણાવ્યું કે અત્યાર સુધી આ મામલામાં દિલ્હી, જયપુર, ગુરૂગ્રામ, નાસિક, પુણે અને અહિલ્યાનગરમાંથી કુલ ૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી ૫ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ૭ દિવસની પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. તો શુક્રવારે ધરપકડ કરાયેલા ૨ આરોપીઓને પુણેની કોર્ટમાં રજૂ કર્યા બાદ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર દિલ્હી લાવવામાં આવ્યા છે.
તપાસ એજન્સીઓનું કહેવું છે કે અત્યાર સુધીની તપાસમાં કેમેસ્ટ્રી અને બાયોલોજી પેપર લીકના અસલી સ્ત્રોતની જાણકારી મળી ગઈ છે. સાથે તે વચેટિયાઓની પણ ઓળખ થઈ છે, જેણે લાખો રૂપિયાથી લઈને છાત્રોને તે સ્પેશિયલ ક્લાસ સુધી પહોંચાડ્યા, જ્યાં પરીક્ષામાં આવતા સવાલ પહેલાથી જણાવવામાં આવી રહ્યાં હતી. સીબીઆઈનું કહેવું છે કે તપાસ માટે દરોડા પાડવામાં આવી રહ્યાં છે. આ મામલામાં ઘણા લોકોની પૂછપરછ થઈ રહી છે. તપાસ નિષ્ફક્ષતા અને પ્રોફેશનલ રીતે કરવામાં આવી રહી છે. આ મામલામાં કેમેસ્ટ્રી લેક્ચરર પીવી કુલકર્ણી અને બોટનીના ટીચર મનીષા ગુરૂનાથ બંનેની NTA એ NEET- UG 2026 પરીક્ષા પ્રક્રિયામાં એક્સપર્ટ તરીકે નિમણૂંક કરી હતી. બંનેએ પેપર લીક કરવા માટે પુણેની રહેવાસી મનીષા વાધમારે નામની મહિલાનો સહારો લીધો હતો. મનીષાએ જ નીટની તૈયારી કરનાર પૈસાદાર પરિવારના વિદ્યાર્થીઓને એકત્ર કર્યાં હતા. ત્યારબાદ એક સ્પેશિયલ ક્લાસ પીવી કુલકર્ણી માટે અને એક સ્પેશિયલ ક્લાસ મનીષા રઘુનાથ માટે ચલાવવામાં આવ્યો. આ સ્પેશિયલ ક્લાસમાં પેપર લીક કરવામાં આવ્યું હતું. મનીષા વાધમારે આ પેપર લીક કેસમાં એક મહત્વની કડી છે. મનીષાનું એકાઉન્ટ પણ સીઝ કરવામાં આવ્યું છે. સૂત્રો પ્રમાણે આ કેસમાં વધુ એક મોટી ધરપકડ થવાની સંભાવના છે.





