
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં સોમવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. જેમાં 3 છોકરા-છોકરીઓએ જીવ ગુમાવ્યો છે. એક છોકરાની હાલત નાજુક છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો સંપૂર્ણ ટૂકડો થઈ ગયો હતો. અકસ્માતમાં એક છોકરો ગંભીર રીતે ઘાયલ થયો છે.
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના દેહરાદૂનના ONGC ઈન્ટરસેક્શન પર સવારે લગભગ 2 વાગ્યે થઈ હતી. અહીં છોકરા-છોકરીઓ કારમાં સાથે નીકળ્યા હતા. કારમાં સવાર તમામ લોકોની ઉંમર 25 વર્ષથી ઓછી છે. પોલીસે જણાવ્યું કે ઈનોવા કાર પહેલા કન્ટેનર સાથે અને પછી ઝાડ સાથે અથડાઈ અને તેના ટુકડા થઈ ગયા. કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારનું બોનેટ કન્ટેનરની પાછળ ફસાઈ ગયું. પોલીસે કન્ટેનરનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.