
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આજકાલ દેશના વિવિધ ભાગોમાં નગર નિગમથી લઈને ધારાસભાની ચૂંટણીઓનો માહોલ ચાલી રહ્યો છે અને એની વચ્ચે ચાલતી SIR ( મતદાર યાદીઓની ખાસ સઘન સમીક્ષા) નો પણ વિરોધ કરાઇ રહ્યો છે. ત્યારે બૌધ્ધિકો, વકીલો, વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકર્તાઓના એક જૂથે મતદાર યાદીઓની ખાસ સઘન સમીક્ષા (SIR) તાત્કાલિક સમાપ્ત કરવાની માંગ કરી છે. જે તેમણે “નાગરિકોના અધિકારોની વિરુધ્ધ”; ગણાવી છે. અને જૂની મતદાર યાદીઓ ચાલુ રાખવા અને તેના આધારે ચૂંટણીઓ યોજવાની હાકલ કરી છે.
આયોજક ધ્વારા જારી કરાયેલી પ્રેસ રીલીઝ અનુસાર શનિવારે અહી પ્રેસ કલબ ઓફ ઈન્ડિયા ખાતે માનવ અધિકાર સંગઠન "જન હસ્તક્ષેપ" ધ્વારા આયોજિત એક સેમિનારમાં આ માંગ કરવામાં આવી હતી. સેમિનારમાં હાજરી આપનારાઓમાં પૂર્વ ચૂંટણી કમિશ્નર એસ.વાય.કુરેશી, વરિષ્ઠ વકીલ પ્રશાંત ભુષણ, દિલ્હી યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર બદ્રી રૈના, પ્રેસ કલબ ઓફ ઈન્ડિયાના પ્રમુખ સંગિતા બરુઆ પિશારોટી, વિગેરેનો સમાવેશ થાય છે. સેમિનારમાં સર્વાનુમતે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
“પશ્ચિમ બંગાળ સહિત દેશભરમાં ચાલી રહેલી SIR પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવી જોઈએ. વૈકલ્પિક રીતે જેમના નામ કાઢી નાંખવામાં આવ્યા છે તેમની અપીલનો તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ. તેમને મતદાન કરવાની મંજૂરી આપવી જોઈએ. અથવા ૨૦૨૫ની અપડેટ કરેલી મતદાર યાદીનો ઉપયોગ બધા માટે મતદાન અધિકાર સુનિશ્ચિત કરવા માટે કરવો જોઈએ.”
ઠરાવમાં કહેવામા આવ્યું છે નહીંતર ચાલુ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીઓ અર્થહિન બની જશે. SIR પ્રક્રિયા ને સ્પષ્ટ રીતે ફરીથી વ્યાખ્યાયિત કરવી જોઈએ. અને ચૂંટણી પંચની ભૂમિકા મતદાર યાદીમાં નામો સામેલ કરવાની છે. તે નાગરિકતાના દસ્તાવેજોની માંગણી અથવા ચકાસણી કરી શકતું નથી. નાગરિકતા નક્કી કરવી એ ગૃહ મંત્રાલયની જવાબદારી છે. તેમાં કહેવામા આવ્યું છે. સેમિનારના કન્વીનર JNU ના વિકાસ બાજપેઈ હતા અને સહ કન્વીનર પત્રકાર અનિલ દુબે હતા.





