
ઝારખંડના દેવઘર શહેરમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ચોરોએ ધોળા દિવસે એક વેપારીના ફ્લેટનું તાળું તોડીને ૫૦ લાખ રૂપિયાની રોકડ અને લાખોના હીરા અને સોનાના દાગીના ચોરી ગયા.
મળતી માહિતી મુજબ, આ ઘટના પુરાણા નંબર 3 ફંડી મોહલ્લા સ્થિત સાંઈ પંચાનન એન્ક્લેવના એક ફ્લેટમાં બની હતી. અહીં ઉદ્યોગપતિ વિમલ કુમાર અગ્રવાલ તેમના પરિવાર સાથે રહે છે. વિમલ અગ્રવાલના જણાવ્યા અનુસાર, તેમની પત્ની કોલકાતામાં એક સંબંધીના લગ્ન સમારોહમાં હાજરી આપવા ગઈ હતી.