સિક્કિમના પાક્યોંગ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં સેનાના ચાર જવાનોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે સેનાનું વાહન ઊંડી ખાઈમાં પડી ગયું હતું. આ અકસ્માત ગુરુવારે થયો હતો.
મળતી માહિતી મુજબ, સેનાનું વાહન પશ્ચિમ બંગાળના પેડોંગથી સિલ્ક રૂટ પર સિક્કિમના જુલુક જઈ રહ્યું હતું. દરમિયાન વાહન કાબુ બહાર જઈને ઉંડી ખાઈમાં પડી ગયું હતું. ભારતીય સેનાના અધિકારીઓએ ચાર જવાનોના મોતની પુષ્ટિ કરી છે. તમામ મૃતકો પશ્ચિમ બંગાળના બીનાગુરીમાં એક યુનિટના હતા.
National News
જેમાં ડ્રાઈવર સહિત ચારના મોત થયા હતા
મૃતકોમાં ડ્રાઇવર મધ્યપ્રદેશના પ્રદીપ પટેલ, મણિપુરના પીટર, હરિયાણાના નાઈક ગુરસેવ સિંહ અને તમિલનાડુના સુબેદાર કે. થનગાપાંડીનો સમાવેશ થાય છે.
National news : બુલડોઝર ફરી આવશે એક્શન મોડ પર, અતિક્રમણ હટાવવા પોલીસ સાથે ટીમ પહોંચી
ચાલુ થઇ ગયું ધોરણ 10 અને 12 માં બોર્ડની પરીક્ષાઓ માટે નોંધણી, આ પોર્ટલ પર ભરી શકાશે ફોર્મ