
લદ્દાખ હિંસા બાદ સરકારનું મોટું એક્શન.સોનમ વાંગચુકના દ્ગય્ર્ંનું વિદેશી ફન્ડિંગ લાયસન્સ રદ.તેનું કારણ સંગઠન દ્વારા દ્ગય્ર્ં માટે વિદેશી ફન્ડિંગ સંબંધી કાયદાનું વારંવાર ઉલ્લંઘન જણાવવામાં આવ્યું.સરકારે લદ્દાખના પ્રમુખ કાર્યકર્તા સોનમ વાંગચુક દ્વારા સંચાલિત બિન-લાભકારી સંસ્થાની હ્લઝ્રઇછ નોંધણી રદ કરી દીધી છે. તેનું કારણ સંગઠન દ્વારા દ્ગય્ર્ં માટે વિદેશી ફન્ડિંગ સંબંધી કાયદાનું વારંવાર ઉલ્લંઘન જણાવવામાં આવ્યું છે. આ ર્નિણય વાંગચુકના નેતૃત્વમાં લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી સંપૂર્ણ રાજ્યનો દરજ્જાે આપવાની માંગને લઈ થેયલા હિંસક વિરોધ પ્રદર્શનના ૨૪ કલાક બાદ આવ્યો છે. અગાઉ સોનમ વાંગચુકે કહ્યું હતું કે, તેમનું જેલમાં રહેવું સરકાર માટે તેમની આઝાદીથી વધારે સમસ્યાઓ ઊભી કરી શકે છે. વાંગચુકે લદ્દાખમાં હાલમાં જ થેયલા હિંસક વિરોધ પ્રદર્શન માટે ગૃહ મંત્રાલય દ્વારા તેમને જવાબદાર ઠેરવવામાં આવતા બલિનો બકરો બનાવવાની રણનીતિ ગણાવી હતી. ગૃહ મંત્રાલયના નિવેદન પર પ્રતિક્રિયા આપતા વાંગચુકે કહ્યું કે, તેઓ કડક જાહેર સલામતી કાયદા (ઁજીછ) હેઠળ ધરપકડનો સામનો કરવા તૈયાર છે.
તેમણે કહ્યું હતું કે, “હું જાેઉં રહ્યો છું કે તેઓ એવા મામલા બનાવી રહ્યા છે, જેથી મને જાહેર સલામતી કાયદા હેઠળ ધરપકડ કરીને બે વર્ષ માટે જેલમાં નાખી શકે. હું તેના માટે તૈયાર છું, પરંતુ સોનમ વાંગચુકને આઝાદ રહેવાને બદલે જેલમાં નાખવાથી સમસ્યા વધુ વકરી શકે છે.” તેમણે કહ્યું હતું કે, “એમ કહેવું કે આ (હિંસા) મારા દ્વારા અથવા કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉશ્કેરવામાં આવી હતી, એ સમસ્યાના મૂળથી ઉકેલવાને બદલે બલિનો બકરો શોધવા જેવું છે, અને તેનાથી કંઈ ઉકેલ આવશે નહીં.” કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે રાત્રે એક નિવેદનમાં આરોપ લગાવ્યો હતો કે, કાર્યકર્તા સોનમ વાંગચુક અને રાજકીય રીતે પ્રેરિત કેટલાક લોકો, જેઓ સરકાર અને લદ્દાખી જૂથોના પ્રતિનિધિઓ વચ્ચેની વાતચીતમાં થયેલી પ્રગતિથી ખુશ નથી, તેમના ઉશ્કેરણીજનક નિવેદનોને કારણે ટોળું હિંસક બન્યું હતું.




