
How Prime Ministers Decide: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને આજે રૂઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રાઉઝ એવન્યુ કોર્ટે સીએમ કેજરીવાલને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દીધા છે. હવે કેજરીવાલ દિલ્હીની તિહાર જેલમાં જ રહેશે. કોર્ટમાં હાજરી દરમિયાન કેજરીવાલે જેલમાં ત્રણ પુસ્તકો આપવાની માંગ કરી છે.
કોર્ટમાં હાજર થતા પહેલા મુખ્યમંત્રી કેજરીવાલે રામાયણ, મહાભારત, ગીતા અને પત્રકાર નીરજા ચૌધરી દ્વારા લખાયેલ પુસ્તક હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડીસાઈડ્સ વાંચવા કહ્યું હતું. આપણે રામાયણ, મહાભારત અને ગીતાથી સારી રીતે વાકેફ છીએ, પરંતુ સીએમ કેજરીવાલે માગણી કરી છે તે પુસ્તક ‘હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઈડ્સ’માં શું છે. આ પુસ્તક પત્રકાર નીરજા ચૌધરીએ લખ્યું છે જેમાં વડાપ્રધાન કેવી રીતે નિર્ણયો લે છે તે વિશે લખવામાં આવ્યું છે.