પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં થયેલી હિંસાના મામલામાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)નો રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંદેશખાલીમાં બેદરકારીના કારણે માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું હતું. અહેવાલો અનુસાર, પીડિત ગ્રામજનોએ હુમલા, ધમકીઓ અને યૌન શોષણનો સામનો કર્યો હતો. સ્થાનિક લોકોને ડરાવવામાં આવ્યા હતા અને તેના કારણે તેઓને રાજ્ય છોડવાની ફરજ પડી હતી. આ રિપોર્ટ NHRC દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને DGPને મોકલવામાં આવ્યો છે.
NHRCએ રિપોર્ટમાં આ વાત જણાવી છે
NHRCએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે ડરના કારણે સંદેશખાલીના પીડિતો તેમની ફરિયાદો વ્યક્ત કરી શક્યા નથી. કમિશન દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પેનલ દ્વારા ઘણી ભલામણો કરવામાં આવી છે અને પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી આઠ અઠવાડિયાની અંદર કાર્યવાહીનો અહેવાલ માંગવામાં આવ્યો છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સંદેશખાલીમાં અત્યાચારના અનેક મામલા નોંધાયા છે, જે દર્શાવે છે કે સરકારની બેદરકારીને કારણે માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું છે.
‘સતતના અત્યાચારના ડરથી પીડિતો ચૂપ રહ્યા’
NHRCના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સતત અત્યાચારને કારણે પીડિતો ગભરાઈ ગઈ હતી. તેથી તેઓ કશું બોલી શક્યા ન હતા અને ન્યાયની માંગ કરી શકતા ન હતા. વધુમાં જણાવાયું છે કે પીડિતોને ભયના વાતાવરણમાંથી બહાર લાવવા સલામત વાતાવરણ ઉભું કરવાની તાતી જરૂર છે.