
અઠવાડિયામાં જ રૂ.૧૦૦ નો ઉછાળો નોંધાયોમાવઠા બાદ સિંગતેલના ભાવમાં જબરદસ્ત વધારોસિંગતેલનો ૧૫ કિલોનો ડબ્બો રૂ.૨૬૨૦ સુધી પહોંચ્યોરાજકોટની બજારમાં આજે ફરી એક વખત સિંગતેલના ભાવો ચર્ચાનો વિષય બન્યા છે. સતત વધતા ભાવોના કારણે ઘરગથ્થુ ગ્રાહકો થી લઈને વેપારીઓ સુધી સૌની ચિંતા વધી રહી છે. સિંગતેલનો ૧૫ કિલોનો ડબ્બો હવે રૂ.૨૬૨૦ સુધી પહોંચ્યો છે. જ્યારે માત્ર એક અઠવાડિયામાં જ રૂ.૧૦૦ નો ઉછાળો નોંધાયો છે.
માવઠાએ મગફળીના પાકને નુકસાન થયું છે અને ઉત્પાદન ઓછું થયું છે.
બજારમાં મગફળી વેંચાવવા આવે છે તેની ક્વોલિટી પણ નબળી પડી છે. આ સીધી અસર હવે તેલના બજારમાં જાેવા મળી રહી છે. નવા સિંગતેલના ડબ્બાના આજે ૨૬૦૦ થી ૨૬૨૦ સુધીના ભાવ નોંધાયા છે. જે બજારમાં સર્જાયેલી તંગીનું સ્પષ્ટ પ્રતિબિંબ છે.
તેલ મિલરો અને વેપારીઓનું કહેવું છે કે માવઠા પછી પીલાણ માટે યોગ્ય મગફળી મળી રહી નથી, જેના કારણે બજારમાં સારો માલ ટૂંકો પડી રહ્યો છે. માલની ખેંચ વધતા સિંગતેલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જાે આગામી દિવસોમાં મગફળીની આવકમાં વધારો થશે તો બજારમાં સપ્લાય સરળ બનશે અને ભાવો સામાન્ય સ્તરે આવી શકે એવી આશા વ્યક્ત થઈ રહી છે.




