
કર્ણાટક હાઈકોર્ટની ધારવાડ બેંચે બુધવારે કોપ્પલ જિલ્લાના એક દલિત ગામ પર 2014માં થયેલા હુમલામાં 98 દોષિતોને આપવામાં આવેલી આજીવન કેદની સજાને સ્થગિત કરી દીધી હતી. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 હેઠળ કોપ્પલ જિલ્લા અદાલત દ્વારા તેમને આપવામાં આવેલી સજાને પડકારતી દોષિતો દ્વારા અપીલ દાખલ કરવામાં આવ્યા બાદ આ નિર્ણય આવ્યો હતો.
આ ઘટનામાં 29 ઓગસ્ટ 2014ના રોજ ગંગાવતી વિસ્તારના મરુકુમ્બી ગામમાં દલિતોના ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી અને આ હુમલામાં 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસે તૈયાર કરેલી ચાર્જશીટમાં 117 લોકો આરોપી હતા, જેમાંથી જિલ્લા કોર્ટે 101 લોકોને દોષિત ઠેરવ્યા હતા. હાઈકોર્ટની બે સભ્યોની બેન્ચે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, “તમામ આરોપીઓ ટ્રાયલ દરમિયાન જામીન પર હતા અને તેઓએ જામીનનો દુરુપયોગ કર્યો હોવાના કોઈ પુરાવા નથી. પીડિતોને સામાન્ય ઈજાઓ થઈ હતી, અને બળી ગયેલા મકાનોના પુરાવા હતા. આ ફોટોગ્રાફ્સ પણ રેકોર્ડ પર છે.