
Karnataka News: કર્ણાટકના હાસન જિલ્લામાં તળાવમાં ડૂબી જવાથી ચાર બાળકોના મોત થયા છે. પોલીસે માહિતી આપી હતી કે ગુરુવારે તેમના ગામના તળાવમાં તરવા ગયેલા ચાર બાળકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માત હાસન જિલ્લાના અલુર તાલુકાના મુથિગે ગામમાં થયો હતો.
શાળા પૂર્ણ થયા બાદ ચારેય બાળકો તળાવમાં તરવા ગયા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. મૃતકોની ઓળખ સાત્વિક (13), જીવન (13), વિશ્વ (12) અને પૃથ્વી (12) તરીકે થઈ છે. પોલીસ આ મામલે તપાસમાં વ્યસ્ત છે.
