
Kerala : કેરળની એક કોર્ટે શનિવારે મોટો ચુકાદો આપ્યો અને મદરેસાના શિક્ષક હત્યા કેસમાં ત્રણ આરએસએસ કાર્યકરોને નિર્દોષ જાહેર કર્યા. આ મામલો 2017નો છે જ્યારે મદરેસાના શિક્ષકની મસ્જિદની અંદર હત્યા કરવામાં આવી હતી. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે આરોપીએ જામીન વગર સાત વર્ષ જેલમાં વિતાવ્યા.
ગળું કાપીને હત્યા
કાસરગોડ પ્રિન્સિપલ સેશન્સ કોર્ટના જજ કેકે બાલક્રિષ્નને આ કેસમાં અખિલેશ, જિતિન અને અજેશને નિર્દોષ જાહેર કર્યા, જેઓ કેલુગુડેના રહેવાસી છે. મદરેસાના શિક્ષક મોહમ્મદ રિયાસ મૌલવી (34)ની 20 માર્ચ, 2017ના રોજ મસ્જિદમાં તેના રૂમમાં હત્યા કરવામાં આવી હતી. મસ્જિદ પરિસરમાં ઘૂસી ગયેલી ટોળકી દ્વારા કથિત રીતે તેનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું.