Lok Sabha Election 2024:કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે તેલંગાણાના ભોંગિર લોકસભા ક્ષેત્રમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી. પોતાના સંબોધન દરમિયાન અમિત શાહે કહ્યું કે 2024ની ચૂંટણી રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદી છે અને તે ‘વિકાસને મત આપો’ અને ‘જેહાદને મત આપો’ વચ્ચેની હરીફાઈ છે.
ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું કે આ ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘ભારતીય ગેરંટી’ સામે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ‘ચીની ગેરંટી’ વચ્ચે છે. કોંગ્રેસ, બીઆરએસ અને એઆઈએમઆઈએમને તુષ્ટિકરણનો ત્રિકોણ ગણાવતા તેમણે કહ્યું કે આ પક્ષો રામનવમીનું સરઘસ કાઢવા દેતા નથી અને સીએએનો પણ વિરોધ કરે છે.
The ensuing elections are about 'Modi Ji versus Rahul Gandhi'; about 'Vote for Jihad' versus 'Vote for Vikas'; about 'family's interests' versus the 'nation's interests'; and about 'Chinese guarantee of Rahul Gandhi' versus 'Bharatiya guarantee of Modi Ji'…
– Shri @AmitShah… pic.twitter.com/xEmYj5i9RK
— BJP (@BJP4India) May 9, 2024
ગૃહમંત્રીએ વિપક્ષ પર અનેક આક્ષેપો કર્યા
ગૃહમંત્રીએ કહ્યું, “આ લોકો ‘હૈદરાબાદ લિબરેશન ડે’ (17 સપ્ટેમ્બર) ઉજવવાની મંજૂરી આપતા નથી. આ લોકો CAAનો વિરોધ કરે છે. આ લોકો તેલંગાણાને શરિયા અને કુરાનના આધારે ચલાવવા માંગે છે.”
અમિત શાહે કહ્યું કે ભાજપ અત્યાર સુધી યોજાયેલી લોકસભા ચૂંટણીના ત્રણ તબક્કામાં લગભગ 200 બેઠકો મેળવશે અને પાર્ટીને 400 બેઠકોના લક્ષ્યાંકને પાર કરવા માટે તેલંગાણામાં મતદાનની જરૂર છે.