Loksabha Election 2024: અમિત શાહે કેરળમાં ચૂંટણી રેલીમાં કોંગ્રેસ અને કમ્યુનિસ્ટ પાર્ટી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે ભારતને ઈસ્લામિક સ્ટેટ બનાવનાર વેલ્ફેર પાર્ટી પણ કોંગ્રેસને સમર્થન આપી રહી છે. કમ્યુનિસ્ટ પાર્ટી અને કોંગ્રેસ પ્રતિબંધિત પીએફઆઈનું સમર્થન લઈ રહ્યા છે. કોમ્યુનિસ્ટ પાર્ટી ચૂપ છે, જ્યારે પીએમ મોદી દેશની રક્ષા માટે સતત કામ કરે છે.
ગૃહમંત્રી અમિત શાહ કેરળમાં ચૂંટણી સભામાં પહોંચ્યા હતા. આ સભામાં તેમણે કોમ્યુનિસ્ટ પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કોમ્યુનિસ્ટ પાર્ટી માત્ર દેશમાંથી જ નહીં પરંતુ દુનિયામાંથી લુપ્ત થઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી અંગે તેમણે કહ્યું કે કોંગ્રેસનું પતન પણ શરૂ થઈ ગયું છે. કારણ કે અહીં ભાજપનો સમય છે.
તેમનો આરોપ છે કે આ લોકો PFI પાસેથી મદદ લે છે. તેમણે એમ પણ કહ્યું કે આવનારો સમય ભાજપનો છે, કોંગ્રેસ અને સામ્યવાદીનું પતન શરૂ થઈ ગયું છે.