
મહારાષ્ટ્રમાં બીજેપી વિધાયક દળની બેઠક પહેલા કેબિનેટ મંત્રીઓની સંભવિત યાદી બહાર આવવા લાગી છે. એનસીપી અજિત પવારના સંભવિત મંત્રીઓની યાદી ફાઈનલ થઈ ગઈ હોવાના અહેવાલ છે. 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાનાર છે. એવું માનવામાં આવે છે કે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના સીએમ હશે અને એકનાથ શિંદે, અજિત પવાર ડેપ્યુટી સીએમ હશે. બેઠકોના આધારે ભાજપમાંથી 22-23, શિંદે જૂથમાંથી 17-18 અને ANC અજીત જૂથમાંથી 8-10 મંત્રીઓ બનાવવામાં આવી શકે છે.
જો એનસીપીના સૂત્રોનું માનીએ તો તેમના 10 કે 11 નેતાઓ સંભવિત કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લઈ શકે છે. જેમાં અજિત પવાર, અદિતિ તટકરે, છગન ભુજબળ, દત્તા ભરને, ધનંજય મુંડે, અનિલ પાટીલ, નરહરી ઝિરવાલ, ઈન્દ્રનીલ નાઈક, સંગ્રામ જગતાપ, સંજય બંસોડડે, સુનીલ શેલ્કેનો સમાવેશ થાય છે.