
મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળ્યા બાદ રાજ્યમાં સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ છે. શનિવારે ત્રણ મહિલાઓ સહિત છ લોકોની હત્યા બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ ભાજપના ધારાસભ્યોના ઘર સળગાવી દીધા હતા. અનિશ્ચિત કર્ફ્યુ વચ્ચે એનપીપીએ ભાજપ સરકારને સમર્થન પાછું ખેંચી લીધું છે. NPPએ મણિપુરના સીએમ એન બિરેન સિંહ પર રાજ્યમાં બગડતી પરિસ્થિતિને સંભાળવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, ગૃહમંત્રી અમિત શાહે મણિપુરની સ્થિતિ પર અધિકારીઓ સાથે બેઠક કરી અને શાંતિ સુનિશ્ચિત કરવા પગલાં લેવાનો નિર્દેશ આપ્યો.
મણિપુરમાં ઇમ્ફાલ ખીણના વિવિધ જિલ્લાઓમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વધુ ત્રણ ધારાસભ્યો અને કોંગ્રેસના એક ધારાસભ્યના ઘરોને આગ ચાંપી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે દેખાવકારોએ રાજ્યના મુખ્યમંત્રી એન. તેઓએ બિરેન સિંહના પૈતૃક ઘર પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસે તેમને રોક્યા હતા.