
લાખો વિદ્યાર્થીઓ NEET પરીક્ષા આપી રહ્યા હતા વિદ્યાર્થીઓને ટ્રાફિક ન નડે તે માટે ૪૫ મિનિટ એરપોર્ટ પર જ રોકાયા મોદી પરીક્ષાર્થીઓનો સેન્ટર પર પહોંચવાનો સમય પૂરો થયા બાદ પીએમ એરપોર્ટથી નિવાસસ્થાન માટે રવાના થયા દેશભરમાં આજે લાખો વિદ્યાર્થીઓ NEET પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષાને લઈને દરેક જગ્યાએ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. પેપર લીક થવાની આશંકાઓ વચ્ચે ચેકિંગની વ્યવસ્થાથી લઈને સુરક્ષાની ચુસ્ત દેખરેખ રાખવામાં આવી છે. આ દરમિયાન NEET પરીક્ષાર્થીઓની સુવિધાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વિશેષ પહેલની માહિતી સામે આવી છે.
મળતી માહિતી મુજબ, બંગાળના પ્રવાસે ગયેલા પીએમ મોદી આજે દિલ્હી પહોંચ્યા બાદ અંદાજિત ૪૫ મિનિટ સુધી એરપોર્ટ પર જ રાહ જાેતા રહ્યા. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ પીએમ મોદીને પોતાના નિવાસસ્થાને જવાનું હતું. પરંતુ તે જ સમયે પરીક્ષાર્થીઓની અવરજવરનો સમય થઈ ગયો હતો. આવા સમયમાં પીએમ એરપોર્ટ પર જ રોકાઈ રહ્યા. પરીક્ષાર્થીઓનો સેન્ટર પર પહોંચવાનો સમય પૂરો થયા બાદ પીએમ મોદી એરપોર્ટથી નિવાસસ્થાન માટે રવાના થયા.
હકીકતમાં કોલકાતાથી પીએમ મોદીની ફ્લાઇટ આજે દિલ્હી એરપોર્ટ પર બપોરે ૧:૧૫ વાગ્યે પહોંચી.
આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તરત જ પોતાના નિવાસસ્થાને રવાના થવાને બદલે એરપોર્ટ પર જ રાહ જાેવાનો ર્નિણય કર્યો. જણાવવામાં આવ્યું કે બપોરે ૨ વાગ્યે NEET પરીક્ષા શરૂ થવાની હતી. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈ પ્રકારની અસુવિધા ન થાય અને વાહનવ્યવહાર પ્રભાવિત ન થાય, તે માટે વડાપ્રધાને ૨ વાગ્યે પરીક્ષા શરૂ થયા પછી જ પોતાના નિવાસસ્થાન તરફ પ્રસ્થાન કર્યું.
અગાઉ પેપર લીકના કારણે આજે ફરીથી NEET પરીક્ષા યોજાઈ રહી છે. આ પહેલા ૩ મેના રોજ ૨૨ લાખથી વધુ વિદ્યાર્થીઓએ NEET પરીક્ષા આપી હતી, પરંતુ પેપર લીક થયા બાદ તેને રદ કરવામાં આવી હતી. હવે લાખો વિદ્યાર્થીઓ ફરી એકવાર NEET એક્ઝામ આપી રહ્યા છે, જેના માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી છે. તમામ એક્ઝામ સેન્ટર્સ પર પેરામિલિટ્રીથી લઈને પોલીસબળ તૈનાત છે અને સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) તરફથી કહેવામાં આવ્યું છે કે પેપર લીકની અફવાઓ પર ધ્યાન ન આપો.





