૫૦૦ રૂપિયાની ઇનામી રકમથી બદલાઈ ભારતીય બોક્સર જાદુમણિ સિંહે સિલ્વર મેડલ જીત્યો જાદુમણિ સિંહે 55 kg વર્ગના ફાઇનલમાં ઉત્કૃષ્ટ રમત દર્શાવી કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સરોનું શાનદાર પ્રદર્શન સતત ચાલુ છે. ગ્લાસગોમાં પ્રીતિ પવાર અને જેસમિનની ગોલ્ડન જીત બાદ બોક્સર જાદુમણિ સિંહ મંદેંગબામે પણ પોતાના પંચનો જાદુ બતાવ્યો છે. જાદુમણિ સિંહે 55 kg વર્ગના ફાઇનલમાં ઉત્કૃષ્ટ રમત દર્શાવી હતી, પરંતુ ખિતાબી મુકાબલામાં તેમને ઓસ્ટ્રેલિયાના જાઈ ડિક્સન સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.
CWG 2026 માં જાદુમણિ સિંહનું પ્રદર્શન:
રાઉન્ડ ઓફ ૩૨: સ્કૉટલેન્ડના એરોન કલનને ૫-૦ થી હરાવ્યા
રાઉન્ડ ઓફ ૧૬: પાકિસ્તાનના સુમામા રહમાનને ૫-૦ થી હરાવ્યા
ક્વૉટર ફાઈનલ: ઝામ્બિયાના મ્વેંગો મ્વાલેને ૫-૦ થી હરાવ્યા
સેમિફાઈનલ: નામિબિયાના ફિલિપ હાઓસેબને હરાવ્યા
ફાઈનલ: ઓસ્ટ્રેલિયાના જાઈ ડિક્સન સામે પરાજય
જાદુમણિ સિંહ પહેલા 50 kg ભારવર્ગમાં રમતા હતા, પરંતુ તેમણે પોતાનું વજન 5 kg વધારીને 55 kg વર્ગમાં રમવાનો ર્નિણય કર્યો. આ ર્નિણયની ખૂબ ટીકા થઈ હતી, પરંતુ તેમણે જાહેરમાં વચન આપ્યું હતું કે, જાે તે આ કેટેગરીમાં સારું પ્રદર્શન નહીં કરી શકે તો બોક્સિંગ છોડી દેશે. 55 kg વર્ગમાં તેમણે અદ્ભુત પ્રદર્શન કરીને ટીકાકારોને જવાબ આપ્યો હતો.
જાદુમણિ પહેલા ફૂટબોલ રમતા હતા, પરંતુ પોતાના કાકાના કહેવાથી તેમણે બોક્સિંગ શરૂ કર્યું. ઇમ્ફાલમાં વર્ષ ૨૦૧૬માં માત્ર ૨૮ કિલોગ્રામ વજન હોવા છતાં તેમણે ૩૬ કિલોગ્રામ વર્ગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પૂર્વ ભારતીય બોક્સર મેરી કોમ અને એલ. સરિતા દેવી તેમના આ પ્રદર્શનથી પ્રભાવિત થઈને તેમને ૫૦૦-૫૦૦ રૂપિયાનું ઇનામ આપ્યું હતું, ત્યારપછી જાદુમણિએ બોક્સિંગને પોતાની કારકિર્દી બનાવી લીધી હતી.





