
ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના ઠાકુરદ્વારા કોર્ટ સંકુલમાં એક મહિલા વકીલ પર એસિડ ફેંકવામાં આવ્યો હતો. જેના કારણે મહિલા ઘાયલ થઈ ગઈ. આ ઘટનાથી વકીલ સમુદાયમાં રોષ ફેલાયો છે. ઘાયલ મહિલા એડવોકેટ શશીબાલાને સાથી વકીલોની મદદથી તાત્કાલિક શહેરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આ ઘટના ત્યારે બની જ્યારે શશિબાલા હંમેશની જેમ કોર્ટમાં જઈ રહી હતી, ત્યારે અચાનક બે યુવકો સચિન અને નીતિન તેમના કેટલાક મિત્રો સાથે પાછળથી આવ્યા અને શશિબાલા પર એસિડ ફેંકી દીધો. એસિડ રેડ્યા પછી, આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો. આ ઘટના અંગે વકીલોએ આરોપીઓની ધરપકડની માંગ કરી છે.