
ગુજરાતમાં ગેસની અછત ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે ગુજરાતમાં ગેસની અછત સર્જાઈ મોરબીના સિરામિક ઉદ્યોગ, મહેસાણાની દૂધસાગર ડેરી, રાજકોટ અને વડોદરાની હોટલો, ફરસાણના કારખાનાઓ પર માઠી અસર થઈ છે
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ સર્જાયેલી હોવાથી ગેસ સપ્લાય ચેન ખોરવાઈ છે. જેના કારણે ભારતભર સહિત ગુજરાતમાં પણ ગેસની અછત સર્જાતા ગુજરાતના ઉદ્યોગજતગ પર માઠી અસર જાેવા મળી રહી છે. આ સ્થિતિમાં રોજકોટ અને વડોદરામાં કોમર્શિયલ ગેસના પુરવઠાની અછત સર્જાતા હોટલો, કેટરિન, ફરસાણના કારખાના મુશ્કેલીમાં છે, સાથે જ પ્રોપેન ગેસની અસતને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગ પર ગંભીર અસર જાેવા મળી રહી છે, તો આ તરફ મહેસાણાની દૂધસાગર ડેરીના ગેસ પુરવઠામાં ૪૦ ટકાનો કાપ મૂકાશે તેવી માહિતી હાલ સામે આવી રહી છે.
ખાડી દેશોમાં યુદ્ધની અસર ગુજરાતના ઉદ્યોગજગત પર જાેવા મળી રહી છે. આ સ્થિતિને વડોદરામાં કોમર્શિયલ ગેસની અછતના સર્જાતા શહેરના હોટલો, કેટરિંગ અને ફરસાણના કારખાનાઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માહિતી મુજબ, વડોદરામાં ૩૬ જેટલા ગોડાઉનમાં કોમર્શિયલ ગેસના બોટલ ખૂટી પડતા પુરવઠો ખુબ ઓછો થઈ ગયો છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યાનુંસાર અગાઉ રોજ બે ગાડી ગેસ આવી જતી હતી, પરંતુ હાલ માત્ર એક ગાડી ઉપલબ્ધ છે, અને કેટલાક સ્થળોએ કોમર્શિયલ ગેસનો પૂરવઠો બંદ થઈ ગયો છે. ઘરેલું ગેસનો પુરવઠો પણ ઘટી ગયો છે, જેના કારણે નાનાં વ્યવસાયો અને ઉદ્યોગો કામગીરીમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ સ્થિતિ હોટલો અને ફરસાણના ઉદ્યોગો માટે સંકટરૂપ બની રહી છે, જે અસરકારક અને સમયસર પુરવઠાની અપેક્ષા ધરાવે છે.
જ્યારે ઈરાન સામે ઇઝરાઇલ અને અમેરિકાના યુદ્ધની અસર રાજકોટમાં પણ જાેવા મળી રહી છે. રાજકોટમાં હાલમાં કોમર્શિયલ રાંધણ ગેસ નથી મળી રહ્યો. ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન
લિમિટેડ દ્વારા એજન્સીઓને મેલ મારફત જાણ કરવામાં આવી ખાણીપીણીના ધંધાર્થીઓને જાણ કરાવામાં આવી છે કે, તેઓને રાંધણ ગેસના બાટલા નહીં મળે. જેના કારણે હોટલ અને ખાણીપીણીના ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ઈરાન દ્વારા હોર્મુઝ રૂટને સીઝ કરવામાં આવ્યો છે જેને લીધે ગેસની આયાત નિકાસને માઠી અસર પડી હોવાનું નિષ્ણાંતોનું માનવું છે.
આટલું જ નહીં, આ ગંભીર સ્થિતિની ચપેટમાં મોરબીના સિરામિક ઉદ્યોગ પર પણ આવી ગયો છે. મળતી માહિતી મુજબ પ્રોપેન ગેસની સપ્લાય બંધ થવા અને ગુજરાત ગેસ દ્વારા ૫૦ ટકા કાપ સાથે ગેસ આપતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. આ પરિસ્થિતિ વચ્ચે અંદાજે ૧૦૦થી વધુ ફેક્ટરીઓએ શટડાઉન શરૂ કરી દીધું છે. સિરામિક યુનિટોની જનરલ મિટિંગમાં ૯૭ ટકા યુનિટોએ પ્રોડક્શન બંધ રાખવા સમર્થન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સાથે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. સાથે સાથે ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, રાજ્ય સરકારના અગ્ર સચિવ એમ.કે. દાસ અને ગુજરાત ગેસના એમડી અવંતિકા સિંહ સાથે પણ ઉદ્યોગના પ્રશ્નો અને ગેસ પુરવઠા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે પ્રોપેન ગેસ વાપરતા ઉદ્યોગોએ ૧૦ માર્ચથી અને ગુજરાત ગેસ વાપરતા ઉદ્યોગોએ ૧૫ માર્ચથી એક મહિના સુધી ઉત્પાદન બંધ રાખવા અંગે એસોસિએશન દ્વારા સભ્યો પાસેથી અભિપ્રાય માંગવામાં આવ્યો છે.
તો આ તરફ, યુદ્ધની અસરથી મહેસાણાની દૂધસાગર ડેરીના ગેસ પુરવઠામાં ૪૦ ટકાનો કાપ મૂકાશે તેવું જાણવા મળી રહ્યું છે. અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે ખાડી દેશોમાં સર્જાયેલી ગેસની અછતને કારણે મહેસાણા દૂધસાગર ડેરીમાં ગેસ કાપના કારણે ડેરીના ૨ પાવડર પ્લાન્ટ બંધ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અંદાજ આ ર્નિણયથી મુજબ મિલ્ક પાવડરનું ૨૦૦ ટન ઉત્પાદન ઘટીને ૧૫૦ ટન થઈ જશે. જાેકે દૂધ પ્રોસેસિંગ યથાવત્ રાખવા ડેરીએ ફર્નેસ ઓઈલ અને સોલિડ ફ્યુઅલ આધારિત બોઈલરની તૈયારીઓ શરૂ કરી હોવાથી તમામ પશુપાલકોનું દૂધ રાબેતા મુજબ જ લેવામાં આવશે તેવી માહિતી ચેરમેન અશોક ચૌધરીની આપી છે.





