Supreme Court : ન્યુઝક્લિકના સ્થાપક અને એડિટર-ઇન-ચીફ પ્રબીર પુરકાયસ્થને UAPA કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. વકીલ અર્શદીપ ખુરાનાએ કહ્યું કે કોર્ટે તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
સમગ્ર કાર્યવાહી ગેરકાયદેસર હતીઃ એડવોકેટ અર્શદીપ ખુરાના
સુપ્રીમ કોર્ટે ધરપકડ અને રિમાન્ડની કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી છે અને પુરકાયસ્થને મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. ટ્રાયલ કોર્ટ સમક્ષ જામીનના બોન્ડ રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. અર્શદીપ ખુરાનાએ કહ્યું કે અમે શરૂઆતથી જ કહી રહ્યા છીએ કે તેમની સામેની સમગ્ર કાર્યવાહી ગેરકાયદેસર હતી અને ધરપકડની પદ્ધતિ પણ ગેરકાયદેસર હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને સંદીપ મહેતાની ખંડપીઠે આ આદેશ જારી કર્યો હતો.
શું હતો મામલો?
પ્રબીર પુરકાયસ્થ સામે ફરિયાદ એવી હતી કે તેણે 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ પાડવા માટે – પીપલ્સ એલાયન્સ ફોર ડેમોક્રેસી એન્ડ સેક્યુલરિઝમ (PADS) – સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. આરોપ હતો કે ન્યૂઝ પોર્ટલનો ઉપયોગ દેશની સાર્વભૌમત્વ વિરુદ્ધ કરવામાં આવ્યો હતો.