
મોદી કેબિનેટે ગુરુવારે વન નેશન વન ઇલેક્શનને મંજૂરી આપી દીધી છે. હવે તેને ટૂંક સમયમાં સંસદમાં પણ રજૂ કરવામાં આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર સંસદના આ શિયાળુ સત્રમાં જ આ બિલ લાવી શકે છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં વન નેશન વન ઈલેક્શન માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેનો રિપોર્ટ તાજેતરમાં જ સુપરત કરવામાં આવ્યો હતો.
આ રિપોર્ટ બાદ હવે મોદી સરકારે કેબિનેટની બેઠકમાં તેને મંજૂરી આપી દીધી છે. સૂત્રોનું માનીએ તો તમામ પક્ષોના સૂચનો લેવા માટે સંસદમાં જેપીસીની રચના પણ થઈ શકે છે. દેશભરમાં સમયાંતરે એક સાથે ચૂંટણી કરાવવા માટે આ કાયદો લાવવામાં આવી રહ્યો છે. તેના દ્વારા વિવિધ ચૂંટણીઓ પર વારંવાર થતા મોટા ખર્ચને પણ ટાળી શકાય છે. જો કે, વિપક્ષ સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી યોજવાની વિરુદ્ધ છે.