દેશમાં ઓનલાઈન ગેમિંગથી આગામી દાયકામાં 2.5 લાખ નોકરીઓનું સર્જન થવાની ધારણા છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં 45 કરોડ ગેમર્સ છે. હાલમાં એક લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી મળે છે.
વૈશ્વિક રોકાણકારો આ કારણોસર રોકાણ કરવામાં ખચકાય છે
2023માં ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીનું કદ રૂ. 33,000 કરોડ થવાની ધારણા છે. 2028માં તે રૂ. 66,000 કરોડ થઈ શકે છે. ઉદ્યોગને 1.2 લાખ કરોડ રૂપિયાની GST નોટિસ મળી છે. સરકારે આ ઉદ્યોગના વિકાસમાં અને રોકાણ આકર્ષવામાં મદદ કરવી જોઈએ. ભારે GST દરોને કારણે વૈશ્વિક રોકાણકારો હવે આ ક્ષેત્રમાં રોકાણ કરવાથી દૂર રહી રહ્યા છે.
કંપનીઓના નફા પર આધારિત કર
જીએસટીના દર નફા પર આધારિત હોવા જોઈએ. તેમજ જે GST નોટિસ મળી છે તે પણ આવકના આધારે મળી છે જે કંપનીઓની નથી. ગત વર્ષે જે કંપનીઓને નોટિસ મળી હતી તેના કારણે આ સેક્ટરનો વિકાસ દર ઘટીને 30 ટકા પર આવી ગયો છે. GST પહેલા તે 60 ટકા સુધી હતો.