વર્લ્ડ બેંકના ફંડના ઉપયોગમાં પાકિસ્તાનની બેદરકારી પાકિસ્તાનને શિક્ષણ સુધારવા મળ્યા ૪૧૦૦ કરોડ, છતાં કામ અધૂરું પંજાબના પ્રાથમિક શિક્ષણ માટે મળેલી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ ન થતાં વર્લ્ડ બેંકે પ્રોજેક્ટનું રેટિંગ ઘટાડ્યું, આગામી હપ્તો પણ અટકાવ્યો
પાકિસ્તાનની વિશ્વમાં કેવી છાપ છે તે અંગે કોઈ જણાવવાની જરૂર નથી. પરંતુ હવે નાપાક પાકિસ્તાને વૈશ્વિક એજન્સીઓને પણ છેતરવાનું શરૂ કરી દીધું છે. જાેકે, આ વખતે તેમની ચાલ સફળ થઈ નથી. વર્લ્ડ બેંકે પાકિસ્તાનના પંજાબ પ્રાંતને દેશનું પ્રાથમિક શિક્ષણ સુધારવા માટે ૧૫૦ મિલિયન ડૉલર એટલે કે ૪૧૪૬ કરોડ પાકિસ્તાની રૂપિયા આપ્યા હતા. પાકિસ્તાને વર્લ્ડ બેંક સમક્ષ મોટા-મોટા દાવા કરીને આ ગ્રાંટ મેળી હતી પરંતુ પૈસા લઈને ચાઉં કરી ગયા અને ખાસ કોઈ કામ થયું નહીં. આ વાતની જાણ થતાં જ વર્લ્ડ બેંકે આખો પ્રોજેક્ટ ડાઉનગ્રેડ કરી દીધો છે અને સજા રૂપે હવે પછીનો હપ્તો જ્યારે નક્કર કામ થશે ત્યારે જ આપવામાં આવશે તેમે કહ્યું હતું.GRADES પ્રોજેક્ટ હેઠળ જૂન ૨૦૨૪માં વર્લ્ડ બેંકે પંજાબ પ્રાંતને આ રકમ આપી હતી અને જૂન ૨૦૨૯ સુધીમાં તેનો ઉપયોગ કરવાનું કહ્યું હતું. આ સાથે કેટલીક શરતો પણ મૂકવામાં આવી હતી. જેમાં પ્રી-પ્રાઇમરી અને પ્રાઇમરી વર્ગાેમાં છોકરીઓના પ્રવેશમાં વધારો કરવો, વધુમાં વધુ બાળકોને શાળામાં દાખલ કરવા, તેમના અભ્યાસની યોગ્ય વ્યવસ્થા કરવી અને કોવિડને કારણે શિક્ષણને થયેલું નુકસાન ભરપાઈ કરવું જેવી બાબતો સામેલ હતી. પાકિસ્તાને પણ દાવો કર્યાે હતો કે આનાથી લગભગ ૫૦ લાખ બાળકો અને ૭૦૦૦ પ્રિન્સિપાલ-શિક્ષકોને ફાયદો થશે તથા શિક્ષણનું સ્તર ઊંચું આવશે.વર્લ્ડ બેંકે પ્રાથમિક શાળાઓમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા પણ કહ્યું હતું. પરંતુ પાકિસ્તાન કોઈ પણ માપદંડ પર ખરું ઉતર્યું નહોતું. ટેકનિકલ સ્તરે જેટલું કામ થવું જાેઈતું હતું તેટલું થયું નથી અને ડેટા આપવામાં પણ આનાકાની કરવામાં આવી રહી હોવાનું વર્લ્ડ બેંકના ધ્યાનમાં આવ્યું હતું. બાળકોના પ્રવેશમાં થોડો વધારો જરૂર થયો હતો, પરંતુ જે લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું તે પૂરું થઈ શક્યું નહોતું.સૌથી મહત્ત્વની વાત એ છે કે વર્લ્ડ બેંકે ૫૪૩૮ નવા વર્ગખંડો બનાવવા માટે પૈસા આપ્યા હતા, પરંતુ રિપોર્ટ તૈયાર થયો ત્યાં સુધી બાંધકામ પણ શરૂ થયું નહોતું. એટલું જ નહીં, સરકાર આખા પ્રોજેક્ટમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી હતી. આ ઉપરાંત પ્રોજેક્ટ શરૂ થતી વખતે બાળકોના અભ્યાસ, શાળાઓની સ્થિતિ અને અન્ય લક્ષ્યોનો જે બેઝલાઇન ડેટા પણ ઉપલબ્ધ નહોતો. આના કારણે યોજનાથી કેટલો સુધારો થયો તે જાણવું મુશ્કેલ બન્યું હતું. બાળકોની વાંચન ક્ષમતા, શિક્ષણ સામગ્રી અને શાળાઓના વાતાવરણમાં સુધારો કરવા માટે ઘણી પ્રવૃત્તિઓ સૂચવવામાં આવી હતી, પરંતુ તે માટે જરૂરી ટેકનિકલ મદદ અને આંકડાઓનો અભાવ યથાવત રહ્યો હતો.




