વડાપ્રધાન મોદીએ અભિનેતાને અર્પણ કરી શ્રદ્ધાંજલિ નાના પાટેકર એક સાચા ક્રાંતિવીર હતા : વડાપ્રધાન નિતિન ગડકરીએ નાના પાટેકરના નિધન પર શોક વ્યક્ત કર્યો : તેમણે કહ્યું કે, નાના પાટેકર તેમના મિત્ર હતા
ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (ૈંસ્ઝ્ર) ૨૦૨૬નું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ધાટન કર્યું. ૨૦૨૬ દેશની મોટી ટેક અને ટેલીકોમ ઈવેન્ટ છે. તેનું આયોજન ૭થી ૧૦ ઓક્ટોબર સુધી નવી દિલ્હીના યશોભૂમિમાં થઈ રહ્યું છે. આ કાર્યક્રમના ઉદ્ધાટન બાદ PM મોદીએ સૌથી પહેલા બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “આજે સવારે જ એક સમાચાર આવ્યા છે કે દિગ્ગજ અભિનેતા નાના પાટેકરજી હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેઓ એક જાણીતા કલાકાર હતા, જેમણે અલગ-અલગ પ્રકારના પાત્રો ભજવીને દર્શકોના દિલ જીત્યા હતા.”
તેમણે કહ્યું કે, “નાના પાટેકરનું જીવન તિરંગાની આન-બાન અને શાન માટે સમર્પિત રહ્યું, તેઓ કોઈ બંધનમાં બંધાઈને ન રહ્યા, તેઓ ‘પક્ષી’ની જેમ સિનેમાના વિશાળ આકાશમાં ઊડતા રહ્યા. તેમણે પોતાની ફિલ્મોના માધ્યમથી સમાજમાં રહેલી કેટલીક કુવ્યવસ્થા પર આકરા પ્રહાર કર્યા.”
પીએમ મોદીએ કહ્યું કે, “નાના પાટેકર એક સાચા ક્રાંતિવીર હતા, જેમણે સામાજિક દુષણો સામે લડાઈ લડી હતી. તેમની વાણી જેટલી તેજ હતી, તેમનું મૌન પણ એટલું જ અસરકારક હતું. તેમણે સતત દેશવિરોધી તત્ત્વો પર લગામ લગાવવાની વાત કરી. હું નાના પાટેકરજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમના પરિવાર તથા પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.”
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ નાના પાટેકરના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, નાના પાટેકર તેમના ખૂબ નજીકના મિત્ર હતા અને બંને વચ્ચે ઘણા વર્ષોથી પરિવાર જેવો સંબંધ હતો. નિતિન ગડકરીએ કહ્યું કે નાનાએ ખેડૂતો માટે અત્યંત સંવેદનશીલતાની સાથે ઉત્તમ કામ કર્યું હતું. તેમણે પાણી અને જળસંરક્ષણ સાથે જાેડાયેલા મુદ્દાઓ પર કામ કર્યું હતું. ગડકરીએ કહ્યું કે સામાજિક ચેતના, સામાજિક જવાબદારી અને સમાજ પ્રત્યેની સંવેદનશીલતા નાનાના વ્યક્તિત્વની ખાસ ઓળખ હતી.




