પેપર લીક મામલે મધ્યરાત્રિએ PM મોદીનો વીડિયો સંદેશ ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજા માટે કાયદો બનશે પેપર લીકની ઘટનાઓથી લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભારે માનસિક પીડા થાય છે : મોદી જંતર મંતર પર ચાલી રહેલા આંદોલન વચ્ચે પીએમ મોદીએ મોડી રાત્રે એક વીડિયો સંદેશ જાહેર કરીને પેપર લીક મામલે કડક વલણ અપનાવ્યું છે. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પેપર લીક એ કોઈ સામાન્ય બાબત નથી અને આ કૌભાંડમાં સામેલ લોકો સામે વધુ મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કરીને એ પણ માહિતી આપી હતી કે પેપર લીક સામે વધુ કડક પગલાં લેવા માટે કેબિનેટમાં પણ ચર્ચા કરવામાં આવશે.વિદ્યાર્થીઓને સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ‘પેપર લીકની ઘટનાઓથી લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભારે માનસિક પીડા થાય છે. છેલ્લા અઢી મહિનામાં બનેલી ઘટનાઓ બાદ સરકારે અનેક કડક પગલાં લીધાં છે અને દોષિતોની અટકાયત કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. સરકારની સૌથી મોટી જવાબદારી વિદ્યાર્થીઓનું એક વર્ષ બગાડ્યા વિના વહેલી તકે પરીક્ષાઓ યોજવાની હતી. આ જ કારણસર ઓછામાં ઓછા સમયમાં આશરે ૨૨ લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ૧૯મી તારીખે તેના પરિણામો પણ જાહેર કરી દેવાયા છે.’પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, ‘સરકાર માત્ર આટલી કાર્યવાહીથી અટકવાની નથી. સંબંધિત વિભાગોને પેપર લીકના કેસો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાનો ર્નિદેશ આપ્યો હતો, જેનો મુસદ્દો મોડી રાત્રે તૈયાર કરીને તેમને સોંપી દેવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની સાથે દોષિતો માટે અત્યંત કડક સજાની જાેગવાઈ પણ કરવામાં આવી છે. શુક્રવારે કેબિનેટ બેઠકમાં આ અંગે ચર્ચા કરીને તેને આખરી ઓપ આપવામાં આવશે. સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના બીજા સપ્તાહના સત્રમાં જ આ બિલને વહેલી તકે પસાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.’બીજી તરફ, આ તમામ ઘટનાક્રમ વચ્ચે કેન્દ્ર સરકારે કેન્દ્રીય વહીવટીતંત્રમાં મોટો ફેરફાર કર્યાે છે. શિક્ષણ મંત્રાલય હેઠળના ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ પદેથી સીનિયર ૈંછજી અધિકારી વિનીત જાેશીને હટાવીને તેમની પંચાયતી રાજ મંત્રાલયના સચિવ તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે તેમના સ્થાને ૈંછજી અધિકારી નરેશપાલ ગંગવારની ઉચ્ચ શિક્ષણ વિભાગના નવા સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.





