
Sushant Singh Rajput: રણવીર શૌરી હાલમાં જ રિલીઝ થયેલી ‘સનફ્લાવર 2’ના કારણે ચર્ચામાં છે. આ શોમાં તે પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી રહ્યો છે. હાલમાં જ ‘સનફ્લાવર 2’ના પ્રમોશન દરમિયાન તેણે પોતાના અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો શેર કરી હતી. રણવીરે સુશાંત સિંહ રાજપૂત, પૂજા ભટ્ટ અને મહેશ ભટ્ટ વિશે કેટલાક ખુલાસા કર્યા છે.
રણવીર શૌરીએ સુશાંતના મૃત્યુ પર વાત કરી
રણવીર શૌરીએ કહ્યું કે કરિયરને બરબાદ કરવી અને લોકોને સાઇડલાઇન કરવા એ ઈન્ડસ્ટ્રીમાં સામાન્ય બાબત છે. રણવીરે કહ્યું કે તેની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આવું સુશાંત સિંહ રાજપૂત સાથે પણ થયું હતું. આ બધું ઓન રેકોર્ડ કોઈ નહીં કહે, પણ દરેક જણ રેકોર્ડ ઓફ રેકોર્ડ કહેશે.