
રેપો રેટ ૫.૨૫% પર પર યથાવત ઇમ્ૈં ઇીॅર્ ઇટ્ઠંી: રેપો રેટમાં કોઇ ફેરફાર ન કરાયો ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, સમિતિએ સર્વાનુમતે વ્યાજ દરો યથાવત રાખવાનો ર્નિણય લીધો અને રેપો રેટ ૫.૨૫% પર રાખ્યો છે
રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ ગુરુવાર, ૬ ફેબ્રુઆરીના રોજ નાણાકીય નીતિની જાહેરાત કરી. ૪ ફેબ્રુઆરીથી શરૂ થયેલી નાણાકીય નીતિ સમિતિની બેઠક આજે પૂર્ણ થઈ અને લેવામાં આવેલા ર્નિણયોની જાહેરાત કરવામાં આવી. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, સમિતિએ સર્વાનુમતે વ્યાજ દરો યથાવત રાખવાનો ર્નિણય લીધો અને રેપો રેટ ૫.૨૫% પર રાખ્યો છે.
૨૦૨૫માં, રિઝર્વ બેંકે રેપો રેટમાં ૧૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. ડિસેમ્બર પોલિસી મીટિંગમાં, સ્ઁઝ્ર એ રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો જે ૫.૫ % થી ઘટાડીને ૫.૨૫% કર્યો હતો. ગયા વર્ષે, રિઝર્વ બેંકે રેપો રેટમાં ચાર વખત ઘટાડો કર્યો હતો. પ્રથમ, ફેબ્રુઆરીમાં તેમાં ૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ એપ્રિલમાં બીજા ૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્રીજાે ઘટાડો જૂનમાં ૫૦ બેસિસ પોઈન્ટનો હતો અને છેલ્લો ઘટાડો ડિસેમ્બરમાં ૨૫ બેસિસ પોઈન્ટનો હતો.
રેપો રેટ એ દર છે, જેના પર દેશની મધ્યસ્થ બેંક (ભારતીય રિઝર્વ બેંક) પ્રવાહીતાની અછતને પહોંચી વળવા માટે વાણિજ્યિક બેંકોને ધિરાણ આપે છે. બેંકો સરકારી સિક્યોરિટીઝ સામે ઉધાર લે છે અને પછીથી તેને નિશ્ચિત દરે ચૂકવે છે. જ્યારે રેપો રેટ વધે છે, ત્યારે બેંકો માટે ઇમ્ૈં પાસેથી ઉધાર લેવું વધુ મોંઘું થઈ જાય છે, જેના કારણે તેઓ ઘર અને કાર લોન પર વ્યાજ દરમાં વધારો કરે છે. જ્યારે રેપો રેટ ઘટે છે, ત્યારે બેંકો માટે ગ્રાહકોને ઓછા વ્યાજ દરે ધિરાણ આપવાનું સરળ બને છે. એકંદરે, રેપો રેટમાં વધારો અને ઘટાડો તમારા નાણાકીય ક્ષેત્રને અસર કરે છે.
આ સિવાય સ્જીસ્ઈ બિઝનેસ માટે લોનની રકમ વધારીને ૨૦ લાખ રૂપિયા કરવામાં આવી છે. સોના-ચાંદીને લઈને પણ મોટો ર્નિણય લેવામમાં આવ્યો છે.
રિઝર્વ બેન્કે કહ્યું છે કે ઈન્ફ્લેશન મોનિટરી ફ્રેમવર્કમાં જે વસ્તુઓ પર નજર રાખવામાં આવે છે તે લિસ્ટમાં સોના-ચાંદીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે અત્યાર સુધી આ ફ્રેમવર્કમાં ડુંગળી અને ટામેટાં જેવી વસ્તુઓની કિંમત પર નજર રાખવામાં આવતી હતી. હવે સોના-ચાંદીની કિંમતો પર પણ નજર રાખવામાં આવશે. જાેકે વિશ્લેષકોનું માનવું છે કે આ ર્નિણય સોના-ચાંદીની કિંમતોમાં અચાનક જ વધારા-ઘટાડાને જાેતાં લેવામાં આવ્યો છે. આ ર્નિણયની સોના-ચાંદીની કિંમતો પર કોઈ અસર નહીં થાય.
નોંધનીય છે કે અમેરિકન ડોલર નબળો થવાના કારણે વૈશ્વિક સ્તરે સોના-ચાંદીની કિંમતમાં છેલ્લા ૪ મહિનાથી ભારે તેજી જાેવા મળી રહી છે. જાેકે વચ્ચે અચાનક જ બંને કિંમતી ધાતુની કિંમતમાં ઘટાડો પણ થયો હતો. સોના-ચાંદીની કિંમત મોટા ભાગે સ્થિર માનવામાં આવતી અને તેમાં ધીમે ધીમે વધારો થતો હતો. પણ હાલના દિવસોમાં ભારે તેજીના કારણે ચાંદી તો એક સમયે ૪ લાખ રૂપિયાને પાર જતી રહી હતી. જે બાદ કિંમતો ક્રેશ પણ થઈ.
ઇમ્ૈં અનુસાર ભારતમાં મોંઘવારી કાબૂમાં છે. સોનું-ચાંદી છોડીને ભારતમાં મોંઘવારી દર ૨.૬ ટકા હતો. જાેકે સાથે સાથે ચેતવણી પણ આપી છે કે વૈશ્વિક ઉથલપાથલ, ઉર્જા બજારોમાં અસ્થિરતા, મોસમમાં બદલાવના કારણે મોંઘવારીમાં વધારો થઈ શકે છે.




